Not Set/ કાંકરિયા મોતની રાઈડ : 6 દિવસ પહેલા ખરાબ નટ બોલ્ટનો રિપોર્ટ અપાયો હતો

અમદાવાદ, અમદાવાદના કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ તૂટતા એક યુવક અને એક યુવતી એમ બે લોકોનાં મોત થઇ ગયા છે અને 30 લોકોને ઇજાઓ થઇ છે, બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી પડી ત્યારે તેમાં મહિલાઓ અને બાળકો વધુ બેઠેલા હતા. આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસનાં આદેશ આપી દીધા છે તથા સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી […]

Ahmedabad Top Stories Gujarat
ihsd 1 કાંકરિયા મોતની રાઈડ : 6 દિવસ પહેલા ખરાબ નટ બોલ્ટનો રિપોર્ટ અપાયો હતો

અમદાવાદ,

અમદાવાદના કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ તૂટતા એક યુવક અને એક યુવતી એમ બે લોકોનાં મોત થઇ ગયા છે અને 30 લોકોને ઇજાઓ થઇ છે, બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી પડી ત્યારે તેમાં મહિલાઓ અને બાળકો વધુ બેઠેલા હતા.

આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસનાં આદેશ આપી દીધા છે તથા સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

રાઇડના માલિક પિતા-પુત્ર -રાઇડચાલક સહિત 4 વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. દરમિયાનમાં મણિનગર પોલીસે સંચાલકો સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે.

ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ભીડ હતી, અને બાળકો રવિવારની રજાની મજા માણી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના થઇ હતી, ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો,

ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ થઇ રહી છે.

આ ઘટના પછી કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે.આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

આ ડિસ્કવરી રાઇડનું 6 દિવસ પહેલાં જઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, રાઇડના નટ બોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ અપાયો હતો, પણ તેમ છતાં બેદરકારી રાખવામાં આવતા રાઇડ તૂટી પડી હતી.

મૃતકોમાં સીટીએમ વિસ્તારમાં રહેતી 24 વર્ષની મનાલી વી. રજવાડી અને દાણીલીમડાના ક્લિફટન ટાવરમાં રહેતો 22 વર્ષનો મહંમદ જાહીર આર મોમીન છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.