Gujarat surat/ દિવાળીને લઈ સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું,જાણો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા

દિવાળીના તહેવારને લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 03T182202.358 દિવાળીને લઈ સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું,જાણો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા

@અમિત રૂપાપરા 

Surat News: દિવાળીના તહેવારને લઈને સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા કેટલીક જગ્યાઓની આસપાસ ફટાકડા ન પડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે તે વ્યક્તિ આ જાહેરનામનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.

સુરત પોલીસ કમિશ્નર દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે, દિવાળીમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત વિદેશી ફટાકડાની લે-વેચ કરી શકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત તો ચાઈનીઝ તુક્કલ કે બલૂનનો ઉપયોગ ન કરવા માટે પણ સૂચના અપાય છે.

આ ઉપરાંત હોસ્પિટલ કોર્ટ કચેરીની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ન ફોડવાની સૂચના પણ આપવામાં આવી છે. સાથે જ સુરત એરપોર્ટની બાઉન્ડ્રીની વોલની આસપાસ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને હજીરાના ઔદ્યોગિક એકમોની આસપાસ આકાશમાં ઉડે તે પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આ જાહેરનામામા લગાવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 દિવાળીને લઈ સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું,જાણો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ