@અમિત રૂપાપરા
Surat News: દિવાળીના તહેવારને લઈને સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા કેટલીક જગ્યાઓની આસપાસ ફટાકડા ન પડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે તે વ્યક્તિ આ જાહેરનામનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે, દિવાળીમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત વિદેશી ફટાકડાની લે-વેચ કરી શકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત તો ચાઈનીઝ તુક્કલ કે બલૂનનો ઉપયોગ ન કરવા માટે પણ સૂચના અપાય છે.
આ ઉપરાંત હોસ્પિટલ કોર્ટ કચેરીની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ન ફોડવાની સૂચના પણ આપવામાં આવી છે. સાથે જ સુરત એરપોર્ટની બાઉન્ડ્રીની વોલની આસપાસ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને હજીરાના ઔદ્યોગિક એકમોની આસપાસ આકાશમાં ઉડે તે પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ આ જાહેરનામામા લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો
આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય
આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ
