Vadodara News/ ખાખીને લાગ્યો ડ્રગ્સનો ડાઘ! વડોદરા એસઓજીના એએસઆઈની ધરપકડ અને સસ્પેન્શન,4 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરામાં 48 લાખના હેરોઈન કેસમાં એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈ (ASI Laxmikant Desai) ની ધરપકડ અને સસ્પેન્શન. ડ્રગ પેડલર સાથેની સંડોવણી મામલે SMC દ્વારા 5 ફેબ્રુઆરી સુધી રિમાન્ડમાં પૂછપરછ.

Top Stories Gujarat Vadodara
Vadodara SOG ASI Laxmikant Desai Suspended

Vadodara SOG ASI Laxmikant Desai Suspended: સંસ્કારી નગરી વડોદરામાં ખાખીને દાગ લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેર એસઓજી (SOG) બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની ડ્રગ્સ પેડલર સાથેની સંડોવણી બદલ સત્તાવાર રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા ₹48 લાખના હેરોઈન કેસમાં સંડોવણી ખુલ્યા બાદ કોર્ટે આરોપી એએસઆઈના 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શું છે સમગ્ર મામલો?

ગત 9 જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ વડોદરા રેલવે સ્ટેશન પરથી આશરે 240 ગ્રામ હેરોઈન સાથે ડ્રગ પેડલર અમરીકસિંઘ ઉર્ફે સોનુ મલ્હીની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેઈલ્સમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈ પેડલર સાથે સીધા સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા હતા.

Vadodara SOG ASI Laxmikant Desai Suspended

કોર્ટે ASI Laxmikant Desaiના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

એસએમસીની ટીમે 31 જાન્યુઆરીના રોજ ધરપકડ કરેલા એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈને આજે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા માંગવામાં આવેલા 14 દિવસના રિમાન્ડ સામે કોર્ટે 5 ફેબ્રુઆરી સુધીના એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ એ તપાસ કરશે કે આરોપી કેટલા સમયથી ડ્રગ પેડલરોના સંપર્કમાં હતો, ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી મંગાવવામાં આવતો હતો અને આ સમગ્ર રેકેટમાં પોલીસ વિભાગના અન્ય કોઈ કર્મચારી કે અધિકારી સામેલ છે કે કેમ.

ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે

આરોપી એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈ અગાઉ વડોદરા ડીસીબી (DCB) માં ફરજ બજાવતા હતા ત્યારે પણ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપસર તેમની સામે વિભાગીય તપાસ થઈ હતી અને તેમને કચ્છ-ગાંધીધામ ખાતે બદલી પણ કરવામાં આવી હતી.

Vadodara SOG ASI Laxmikant Desai Suspended

ખાખી વર્દીમાં ડ્રગ્સનું નેટવર્ક?

એક બાજુ વડોદરા પોલીસ ‘નશામુક્ત ભારત’ અભિયાન હેઠળ લોકોને જાગૃત કરી રહી છે, ત્યારે બીજી તરફ વિભાગના જ કર્મચારીની પેડલર સાથેની મિલીભગતથી પોલીસની છબી ખરડાઈ છે. એસએમસી હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કના મૂળ કેટલા ઊંડા છે.


આ પણ વાંચો: ડ્રગ્સ માફિયાઓ હવે ખેર નથી! ગુજરાત પોલીસે જાહેર કર્યો સ્પેશિયલ WhatsApp નંબર

આ પણ વાંચો: Suratમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ, લંડન કનેકશન નીકળ્યું

આ પણ વાંચો: અમદાવાદમાં 31st પૂર્વે પોલીસના નાક નીચે જ ડ્રગ્સ અને રૂપલલનાઓ બિન્દાસ્ત!