Budget 2026: આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 (Budget 2026) રજૂ કરતા કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જણાવ્યું હતું કે, “સરકારે હિસ્સાની વહેંચણી V41 ટકા રાખવાની પંચની ભલામણનો સ્વીકાર કર્યો છે. પંચ દ્વારા ભલામણ કરવામાં આવ્યા મુજબ, “મેં નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને નાણા પંચની ગ્રાન્ટ (Grant) તરીકે ₹1.4 લાખ કરોડની જોગવાઈ કરી છે. આમાં ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને આપત્તિ વ્યવસ્થાપન ગ્રાન્ટ (Disaster Management Grant)નો સમાવેશ થાય છે.”
બજેટ 2026 (Budget 2026) માં 16મા નાણા પંચની ભલામણનો સ્વીકાર
સરકારે હિસ્સાની વહેંચણી (વર્ટિકલ શેર, Vertical Share) 41 ટકા રાખવાની 16મા નાણા પંચની ભલામણનો સ્વીકાર કર્યો
નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને નાણા પંચની ગ્રાન્ટ તરીકે ₹1.4 લાખ કરોડ આપવામાં આવશે
સરકારે હિસ્સાની વહેંચણી (વર્ટિકલ શેર) 41 ટકા રાખવાની 16મા નાણા પંચની ભલામણને સ્વીકારી લીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પંચે 17 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ (President)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો અને સરકાર બંધારણની કલમ 281 (Article 281) હેઠળ ફરજિયાત કર્યા મુજબ સંસદ (Parliament)માં પંચની ભલામણો પર લેવામાં આવેલા કાર્યવાહી અહેવાલ સાથે સ્પષ્ટીકરણપત્ર સાથે અહેવાલ રજૂ કરવાની છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટી ભેટ, માછીમારી, પશુપાલન અને AI આધારિત India-VISTAAR યોજના જાહેર
આ પણ વાંચો: ભારત બનશે ‘ઔદ્યોગિક મહાસત્તા’! ₹54.1 લાખ કરોડના બજેટમાં ‘રિફોર્મ એક્સપ્રેસ’નો રોડમેપ
આ પણ વાંચો: બજેટમાં ફક્ત એક જ જાહેરાત… શેરબજાર ધડામ, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઘટ્યો
