નવી દિલ્હી,
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના એક દિવસ બાદ પત્રકાર પરિષદ યોજીને તેમના પર ભ્રષ્ટાચારના મુદ્દા પર આક્ષેપ કર્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાનના સોદાને લઇને એક અંગ્રેજી અખબારમાં છપાયેલ સમાચારના હવાલો આપીને કહ્યું કે રક્ષા મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે આ ડીલમાં મોદી પીએમઓ સાથે સમાંતર ચર્ચાઓ કરી રહ્યા હતા.તેમણે વાયુસેનાના 30 હજાર કરોડ લુંટીને અનિલ અંબાણીને આપી દીધા છે.
રાહુલે કહ્યુ હતુ કે રાફેલ ડીલમાં મોદીએ ચોરી કરી છે. રાહુલે એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકતા દાવો કર્યો હતો કે આ ડીલમાં સીધી સીધી રીતે મોદી સામેલ છે.
Congress President Rahul Gandhi: PM Modi himself robbed Air Force's Rs 30,000 crore and gave it to Anil Ambani, we have been raising this since 1 year. Now a report has come where Defence Ministry officials say that PM was holding parallel negotiations with France Govt. #Rafale pic.twitter.com/76OPEVe3Vl
— ANI (@ANI) February 8, 2019
રોબર્ટ વાઢેરા, પી. ચિદમ્બરમ પર ચાલી રહેલી તપાસ પર તેમણે કહ્યુ હતુ કે જેના પર જેટલી ઇચ્છો તેટલી તપાસ કરાવો અમને કોઇ વાંધો નથી. પરંતુ રાફેલ મામલે પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. તત્કાલીન ડિફેન્સ સેક્રેટર મોહન કુમારે કહ્યું છે કે જે પણ અહેવાલ મિડિયામાં પ્રકાશિત થયા છે તેને લઇને રાફેલ ડીલમાં કિંમત સાથે કોઇ લેવા દેવા નથી.
Congress President Rahul Gandhi: Defence Minister Nirmala Sitharaman lied as well. Former French President has admitted that he was made to choose Anil Ambani by PM Modi himself pic.twitter.com/IU5aYZiysS
— ANI (@ANI) February 8, 2019
એક અખબારમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા પીએમઓ મારફતે ફ્રાન્સ સાથે સમાંતર વાતચીતનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ૨૪મી નવેમ્બર 2015ના દિવસની એક નોટ પ્રકાશિત કરીને સંરક્ષણ મંત્રાલય પર પ્રહારો કર્યા હતા. રાહુલે આજે ફરી રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક અખબારમાં લખવામાં આવ્યુ છે કે વડાપ્રધાન વાતચીતમાં સીધી ભૂમિકા અદા કરી રહ્યા હતા. રાહુલે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાને 30000કરોડનું કૌભાંડ કર્યું છે.
Rahul Gandhi on PM Modi's allegation that Congress is weakening the Indian Air Force: Modi Ji has stolen Rs 30, 000 crore, Defence Ministry has clearly said in a report that PM was carrying out parallel negotiations, the truth has come out. pic.twitter.com/G6wcRONroT
— ANI (@ANI) February 8, 2019
રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડીલ પોતાના મિત્ર અનિલ અંબાણીને આપી દીધી છે. રાફેલ ડીલ મુદ્દા પર દેશને ગેરમાર્ગે દોરી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ પણ કહી ચુક્યા છે કે મોદીએ સીધી રીતે અનિલ અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યુ હતુ કે મોદી બેવડી ભૂમિકા અદા કરી રહ્યા છે. જેમાં એકમાં ચોકીદાર છે અને અન્યમાં ચોરની ભૂમિકામાં છે. મોદી સમાંતર વાતચીત કેમ કર રહ્યા છે.
