Bhavnagar News/ ભાવનગર સંમેલનથી હીરા સોલંકી અજાણ, આમંત્રણ ન મળતા રાજકારણ ગરમાયું

ભાવનગરમાં કોળી સમાજ (Koli Samaj) ના સંમેલન વચ્ચે હીરા સોલંકીને સાઈડલાઈન કરાતા વિવાદ. હીરા સોલંકીએ સમાજનું બંધારણ ઘડવાની અને DJ-દાગીના પર પ્રતિબંધની કરી જાહેરાત.

Top Stories Gujarat Others
Hira Solanki Koli Samaj Controversy

Bhavnagar Koli Samaj Sammelan 2026: ગુજરાતના સૌથી મોટા ગણાતા કોળી સમાજના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ આજે સવારે ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક મળી, તો બીજી તરફ આજે સાંજે ભાવનગરમાં પણ એક મોટું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જોકે, નવાઈની વાત એ છે કે ભાવનગરના આ સંમેલનમાં સમાજના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય હીરા સોલંકીને આમંત્રણ જ અપાયું નથી, જેના કારણે ‘સમાજમાં બે ફાંટા’ પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

“તેરા વક્ત અચ્છા હૈ, હમસે કિનારા કરલે…”

ભાવનગર સંમેલનમાં આમંત્રણ ન મળવા અંગે હીરા સોલંકીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “મને આ સંમેલન અંગે કોઈ જ જાણકારી નથી, કે કોઈનો ફોન પણ આવ્યો નથી. અમે ત્યાં જવાના પણ નથી.” તેમણે એક શાયરી દ્વારા પોતાનો મિજાજ વ્યક્ત કરતા કહ્યું: “તેરા વક્ત અચ્છા હૈ, હમસે કિનારા કરલે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં કામ આતે હૈ.”

Hira Solanki Koli Samaj Controversy

Koli Samaj નું પોતાનું ‘બંધારણ’ ઘડાશે

ગાંધીનગર ખાતે મળેલી એક મહત્વની બેઠકમાં હીરા સોલંકીએ સમાજ સુધારણા તરફ કદમ ઉઠાવતા ઠાકોર સમાજની તર્જ પર હવે કોળી સમાજ માટે પણ પોતાનું અલગ બંધારણ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા બંધારણ હેઠળ મુખ્યત્વે લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ અને દીકરીઓને કરિયાવરમાં અપાતા દાગીનામાં ઘટાડો કરવા જેવી જોગવાઈઓ સામેલ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ સમાજમાં એકતા જાળવવાનો અને ગામડે-ગામડે જઈને લોકોને આ સુધારા અંગે જાગૃત કરવાનો છે.

કેસ પરત ખેંચવાની ઉઠી માંગ

બીજી તરફ, કોળી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે. તેમણે માંગ કરી છે કે જો ક્ષત્રિય અને પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચી શકાતા હોય, તો LRD આંદોલન, અલ્ટ્રાટેક અને વિંછીયા આંદોલન સમયે કોળી યુવાનો પર થયેલા કેસો પણ સરકારે તાત્કાલિક પરત ખેંચવા જોઈએ.

બગદાણા વિવાદ અને જીતનો જશ

બેઠકમાં બગદાણા વિવાદમાં નવનીતભાઈને મળેલા ન્યાય અંગે પણ ચર્ચા થઈ હતી. હીરા સોલંકીએ આ જીતનો જશ સમગ્ર કોળી સમાજની એકતાને આપ્યો હતો અને જણાવ્યું હતું કે SITની રચના કરવામાં સરકારનો પણ સહયોગ મળ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપે પણ નામ લીધા વગર આ જીતને સમાજની તાકાત ગણાવી હતી.


આ પણ વાંચો : વાઇરલ વીડિયોએ ગરમાવ્યું બગદાણા હુમલા કેસનું રાજકારણ: માયાભાઈના પુત્ર જયરાજ પર આક્ષેપ, કોંગ્રેસ પણ મેદાને

આ પણ વાંચો : બગદાણા આશ્રમ સેવક નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં મોટો વળાંક, મહુવા DySP રીમા ઝાલાને પદથી હટાવાયા

આ પણ વાંચો : બગદાણા નવનીત બાલધીયા મારપીટ કેસ: જયરાજ આહિરને SITનું તેડું