Gandhinagar News:છેલ્લા ઘણા દિવસોથી સસ્તા દારૂની દુકાનોના સંચાલકો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે યોજાયેલી બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળનો અંત આવ્યો હતો.
પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતા મળેલ બેઠક બાદ કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકારે કાર્ડધારકોની સંખ્યામાં કોઈ વધારો નથી કર્યો. પ્રજાપરેશાન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. આ સાથે કહ્યું કે, સરકાર સાથે રેશનિંગ એસો બેઠક કરવા ઈચ્છે તો કરી શકે છે, વ્યાજબી માંગણી હોય તો ચર્ચા કરવા તૈયારી છીએ. બાવળિયાએ કહ્યું કે, આંતરિક વિવાદ ના કારણે વિવાદ થઈ રહ્યો છે. રેશનિંગ એસો. દ્વારા નાક દબાવવાનો પ્રયાસ ખોટો છે, વિતરણ ની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી ને બેઠક પણ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ખોટ રીતે દબાવવાના પ્રયાસ થશે તો હથીયાર ઉગામીશું.
ક્યાં મુદ્દે હતી હડતાલ ?
આ મામલાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે સસ્તા દરના અનાજની દુકાનો છે તેમાં 300 કરતા ઓછા રેશનકાર્ડ રજીસ્ટર થયા હોય તેવી દુકાનોને રાજ્ય સરકાર દ્વારા રુ. 20,000 જેટલું કમિશન આપવામાં આવે છે. 300 થી વધુ રેશનકાર્ડ ધરાવતી દુકાનોને રાજ્ય સરકાર કોઈ કમિશન આપતું નથી. ત્યારે સરકાર તમામ રેશનીંગની દુકાનધારકોને રુ. 20,000 કમિશન આપે તેવી વેપારીઓની માંગ હતી. આ મુદ્દા ઉપર જ દિવાળીના સમયે ગુજરાતના સસ્તા દરની અનાજના દુકાનદારોએ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત
આ પણ વાંચો:અમદાવાદમાં મોર્નિંગ વોક પર નીકળ્યા CM ધામી, સાબરમતી રિવર ફ્રન્ટ પર લોકો સાથે કર્યો સંવાદ
આ પણ વાંચો:આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા