વિરોધ/ મોદી સરકારની નેશનલ મોનેટાઝેશન યોજનાના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

કોંગ્રેસે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) ની જાહેરાતને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું

Top Stories
congress 1 મોદી સરકારની નેશનલ મોનેટાઝેશન યોજનાના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

મોદી સરકારની નેશનલ મોનેટાઇઝેશન સ્ક્રીમ  સામે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ અઠવાડિયે દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.નોધનીય છે કે  પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ સરકાર પર દેશની સંપત્તિ વેચવાનો આરોપ લગાવશે. રાહુલ ગાંધીએ મોદી સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનાને 70 વર્ષથી દેશની મૂડી વેચવાની ઝુંબેશ ગણાવી હતી. જે બાદ મંગળવારથી કોંગ્રેસના મોટા નેતાઓ તમામ રાજધાનીઓમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર હુમલો કરશે. શ્રેણીબદ્ધ પ્રેસ કોન્ફરન્સ પછી, કોંગ્રેસ દેશવ્યાપી વિરોધનું આયોજન પણ કરી રહી છે.

કોંગ્રેસે સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના (NMP) ની જાહેરાતને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ આકાશ, પાતાળ અને જમીન વેચી દેશે.પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું હતું કે, “દેશની 60 લાખ કરોડની સંપત્તિનું વેચાણ – રસ્તા, રેલ, ખાણો, ટેલિકોમ્યુનિકેશન્સ, વીજળી, ગેસ, એરપોર્ટ, બંદરો, રમતગમત સ્ટેડિયમ એટલે કે બધી સંપતિ  મોદીજી  વેચી દેશે .

પેરાલિમ્પિક / વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ જીતીને ભારતને ત્રીજો મેડલ અપાવ્યો

વિસ્ફોટ / અફઘાનિસ્તાનના કાબુલમાં રોકેટથી હુમલો એક બાળકીનું મોત અને 3 ઇજાગ્રસ્ત