Hindu leadera threaten/ હિંદુ નેતાઓને મોતની ધમકી આપનારા મૌલવીની ધરપકડ

હિંદુ નેતાઓને મોતની ધમકી આપનારા મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિંદુ સનાનત સંઘના રાષ્ટ્રીય વડા અને અને અન્ય હિંદુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપનારા કઠોર ગામના મૌલવી સોહેલ અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 3 1 હિંદુ નેતાઓને મોતની ધમકી આપનારા મૌલવીની ધરપકડ

સુરતઃ હિંદુ નેતાઓને મોતની ધમકી આપનારા મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિંદુ સનાનત સંઘના રાષ્ટ્રીય વડા અને અને અન્ય હિંદુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપનારા કઠોર ગામના મૌલવી સોહેલ અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

સુરતની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને પકડી પાડવામાં આવ્યો છે. આ મૌલવી સુરત જિલ્લાના કઠોરગામમાં આવેલા મદરેસમાં હાફિઝ અને આલીમ બનેલો છે. કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન ચલાવે છે તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

મૌલવી અબુબકર ટીમોલે સુરતના હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપી હતી. ઉપદેશ રાણા સનાતન સંઘના નામથી એનજીઓ ચલાવે છે. તેને વોટ્સએપના માધ્યમથી ધમકી આપવામાં આવી હતી. આ ધમકી આપનારા મૌલાનાની ધરપકડ સુરેશ પોલીસે કરી છે. કામરેટના કઠોરમાંથી ધરપકડ કરાઈ છે.

આ મૌલવીની ધરપકડ કરવામાં આવતા તે પાકિસ્તાન અને નેપાળના લોકોના સંપર્કમાં હોવાનું જાણવામાં આવ્યું હતું. હૈદરાબાદી હિંદુવાદી નેતા રાજાસિંહ તેમજ સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ તેમજ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ષડયંત્ર હતું. આ મૌલવી પાકિસ્તાનથીગન મંગાવતો હતો અને પાકિસ્તાનથી વેપન આપવાની પણ વાત કરવામાં આવી હતી. શસ્ત્રો ઝડપથી મંગાવવા અંગેની પણ ચેટ મળી છે. આ ઇસમો ચેટિંગ થઈ શકે તેવી મોબાઇલ ગેમનો ઉપયોગ વાત કરવા માટે કરતા હતા.

તેઓએ તેમના ટાર્ગેટને જુદા-જુદા ઉપનામ આપ્યા હતા. તે જુદા-જુદા ઉપનામના આધારે મૌલવી સાગરિતો સાથે વાત કરતો હતો. હિંદુ નેતાને મારવા માટે એક કરોડ રૂપિયા આપવાની વાત મૌલવે પાકિસ્તાનના હેન્ડલરને કરી હતી. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચે આખા કાંડનો પર્દાફાશ કર્યો છે. ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેને અગાઉ પાકિસ્તાન ઉપરાંત જુદા-જુદા દેશોમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી