unnatural sex/ પત્ની સાથે અકુદરતી સેક્સ ગુનો નહી

હાઈકોર્ટે રદ્દ કરી પતિ વિરૂધ્ધની એફઆઈઆર

Top Stories India
Beginners guide to 2024 05 04T161214.843 પત્ની સાથે અકુદરતી સેક્સ ગુનો નહી

Jabalpur News : પુરૂષ દ્વારા કાનૂની રૂપે વિવાહીત પત્ની સાથે બાંધેલો અકુદરતી સંબંધ દુષ્કર્મની શ્રેણીમાં આવતો નથી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ ફેંસલો સંભળાવતી વખતે પત્ની દ્વારા દાખલ કરાવાયેલી એફઆઈઆર રદ્દ કરી દીધી હતી. ન્યાયમૂર્તિ જીએસ અહલુવાલિયાની સિંગલ પીઠે ફેંસલો સંભળાવતી વખતે કહ્યું કે કાનૂની રૂપે વિવાહીત પત્ની સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ આઈપીસીની કલમ 377 હેઠળ ગુનો નથી.

આ કેસમાં પત્નીએ અકુદરતી સેક્સ સંબંધ બાંધવાનો આરોપ લગાવતા એક એફઆઈઆર દાખલ કરાવી હતી. જેને કોર્ટે રદ્દ કરી હતી. કોર્ટે તર્ક આપ્યો કે કાનૂનના હિસાબે આ ગુનો નથી કારણકે પત્ની તેના પતિ સાથે લગનગ્રંથીથી જોડાયેલી હતી.

ન્યાયમૂર્તિ અહલુવાલિયાની સિંગલ પીઠે ફેંસલો સંભળાવતા કહ્યું કે કાનૂની રૂપે વિવાહીત પત્ની સાથે અકુદરતી સેક્સ સંબંધ આઈપીસીની કલમ 377 હેઠળ ગુનો નથી. તેના પર વધારે વિચાર વિમર્શની જરૂર નથી કે શું એફઆઈઆર તુચ્છ આરોપોના આધાર પર દાખલ કરવામાં આવી હતી કે નહી. ફેંસલામાં જણાવાયું છે કે જો એક વૈધ પત્ની વિવાહ દરમિયાન તેના પતિ સાથે રહે છે તો કોઈ પૂરૂષ દ્વારા પોતાની જ પત્ની સાથે જે 15 વર્ષથી ઓછી ઉમરની ન હોય તો કોઈ યૌન સંબંધ દુષ્કર્મ માની ન શકાય.

આદેશમાં કહેવાયું છે કે વૈવાહિત દુષ્કર્મને હજી સુધી માન્યતા આપવામાં આવી નથી. તે સિવાય કોતવાલી પોલીસ સ્ટેશન, જબલપુરમાં દાખલ ઓફઆઈઆર અને પતિ વિરૂધ્ધનો કેસ રદ્દ કરવામાં આવે છે.

આ શખ્સે પોતાની પત્નીની ફરિયાદને પગલે પોતાના પર દાખલ એફઆઈઆરને રદ્દ કરવા માટે કોર્ટેમાં અરજી દાખલ કરી હતી.

જબલપુરમાં મનીષ સાહુએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે પત્નીએ તેની વિરૂધ્ધ નરસિંહપુરમાં 24 ઓગસ્ટ 2022માં એક એફઆઈઆર દાખલ કરાવી હતી. ફરિયાદમાં પત્એ જણાવ્યું હતું કે જ્યાકરે તે 2019 માં લગ્ન બાદ બીજી વખત પોતાના સાસરે ગઈ હતી ત્યારે પતિએ તેની સાથે  અપ્રાકૃતિક  સંબંધ બનાવ્યો હતો. ત્યારબાદ તેણે ઘણીવાર યૌન સંબંધ બનાવ્યો હતો. પતિએ કોઈને કહેશે તો પત્નીને તલાકની ધમકી પણ આપી હતી. તેના પર કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું હતું કે કાનૂની રૂપે વિવાહીત  પત્ની સાથે અકુદરતી સેક્સ સંબંધ  આઈપીસીની કલમ 377 હેઠળ ગુનો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પક્ષે ભંડોળ ન આપતા ઓડિશામાં કોંગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી

આ પણ વાંચો: મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?

આ પણ વાંચો:ઉત્તરાખંડમાં જંગલની આગ બેકાબૂ,આજે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક કરશે