Politics/ મોંઘવારી પર રાહુલ ગાંધી બાદ હવે માયાવતીએ પણ સરકાર પર કર્યો શાંંબ્દિક પ્રહાર

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ઉપરાંત દૂધનાં વધતા ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. આ મુદ્દે દેશમાં રાજનીતિક પાર્ટીઓએ પૂરજોશમાં વિરોધ શરૂ કરી દીધો છે.

Top Stories India
ssssss 22 મોંઘવારી પર રાહુલ ગાંધી બાદ હવે માયાવતીએ પણ સરકાર પર કર્યો શાંંબ્દિક પ્રહાર

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ઉપરાંત દૂધનાં વધતા ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. આ મુદ્દે દેશમાં રાજનીતિક પાર્ટીઓએ પૂરજોશમાં વિરોધ શરૂ કરી દીધો છે. આ મુદ્દે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે, ત્યારે હવે માયાવતી પણ હવે આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા શાંબ્દિક પ્રહાર કરી રહ્યા છે.

વિશ્વ જનસંખ્યા દિવસ 2021 / જાણો કેમ મનાવવામાં આવે છે વિશ્વ જનસંખ્યા દિવસ, જાણો તેનો ઈતિહાસ અને થીમ

બહુજન સમાજ પાર્ટીનાં વડાએ ટ્વીટ કર્યું હતું કે, “દેશમાં જે રીતે રોજિંદી આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને દૂધ વગેરેની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, મોંઘવારી આકાશને સ્પર્શ કરી રહી છે અને લોકોનું જીવન દયનીય અને વેદનાયુક્ત થઇ ગયુ છે. તેમ છતા સરકારનું જાણે પેટનું પાણી પણ હલતુ ન હોય તેવુ સામાન્ય નાગરિકોને લાગી રહ્યુ છે. આ મોંઘવારીમાં સરકારને ખરી ખોટી સંભળાવવામાં હવે બસપાનાં સુપ્રીમો માયાવતી હવે આગળ આવી રહ્યા છે. તેમણે તાજેતરમાં ટ્વીટર મારફતે રાજ્યની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર શાંબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે આ મુદ્દાને ખૂબ જ દુઃખદ ગણાવ્યો અને ટ્વીટ કર્યું કે, ‘દેશમાં ચારે દિશાઓમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી વગેરેની સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેમની સંપૂર્ણ તાકાત અને સંસાધનો મૂકવા પડશે, જેથી દેશને નિરાશાનાં વાતાવરણમાંથી બહાર કાઢી શકાય અને વિકાસને પાટા પર લાવી શકાય.’

નહી સુધરે / શું અમદાવાદીઓને તેમના બાળકોની પડી નથી? જુઓ રિવરફ્રન્ટ પર કોરોનાની ગાઇડલાઇન ભંગ કરાતા દ્રશ્યો

ઉલ્લેખનીય છે કે દેશનાં મોટા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી વધુ થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પણ 89 રૂપિયાથી વધીને 97 રૂપિયા થઈ ગઈ છે. રવિવારે એટલે કે આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 100.91 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 89.88 રૂપિયા થઇ ગયો છે. પશ્ચિમ બંગાળ અને અન્ય 4 રાજ્યોની ચૂંટણી બાદ, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનાં ભાવમાં ઝડપથી વધારો થયો છે.