Not Set/ મોદી સરકારની નિષ્ફળતાઓ પર રાહુલ ગાંધીના ઉપવાસ, દલિતોના મત અંકે કરવાના પ્રયત્નો

દિલ્હી, એટ્રોસીટી એક્ટ પર સુપ્રિમ કોર્ટના આદેશ પછી દલિતો મામલે દેશનું રાજકારણ ગરમાયું છે. કર્ણાટકની ચૂંટણીઓ માથે છે અને 2019માં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે દલિતોના મામલે કોંગ્રેસ અને ભાજપે એકબીજા સામે મોરચો ખોલ્યો છે. સોમવારે દલિત પર દમનથી લઇને નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતાઓ મામલે કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ […]

Top Stories
Rahul Gandhi મોદી સરકારની નિષ્ફળતાઓ પર રાહુલ ગાંધીના ઉપવાસ, દલિતોના મત અંકે કરવાના પ્રયત્નો

દિલ્હી,

એટ્રોસીટી એક્ટ પર સુપ્રિમ કોર્ટના આદેશ પછી દલિતો મામલે દેશનું રાજકારણ ગરમાયું છે. કર્ણાટકની ચૂંટણીઓ માથે છે અને 2019માં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે દલિતોના મામલે કોંગ્રેસ અને ભાજપે એકબીજા સામે મોરચો ખોલ્યો છે.

સોમવારે દલિત પર દમનથી લઇને નરેન્દ્ર મોદી સરકારની નિષ્ફળતાઓ મામલે કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પોતે આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે અને દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ પર એક દિવસના પ્રતીક ઉપવાસ રાખશે.રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અજય માકન અને બીજા સાસંદો સાથે વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ પોતાના વિરોધ પ્રદર્શનમાં દલિતો પર દમનથી લઇને સસંદ ઠપ્પ થવાનો મુદ્દો પણ ઉઠાવશે.કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકારે સસંદ ચાલવા નથી દીધી જેના કારણે તેઓ સીબીએસઇ પેપર લીક, પીએનબી ગોટાળો, કાવેરી મુદ્દો અને આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવા જેવા મહત્વના મુદ્દાઓ સસંદમાં ઉઠાવી નહોતી શક્યાં.

ઉપવાસ દરમિયાન કોંગ્રેસ એસસી એસટી એક્ટમાં જે ઢીલાશ રાખવામાં આવી છે તેના પર પણ સવાલો ઉભા કરશે. આ દરમિયાન,કોંગ્રેસ અને ભાજપ બંનેને દલિત મતની કિંમતની જાણે છે અને એટલે જ બંને પાર્ટીઓ પોતાને દલિતોના મસીહા બતાવવા પ્રયત્ન કરી રહી છે. ગુજરાતની ચૂંટણીઓ સમયે પણ રાહુલ ગાંધીએ દલિતો પર અત્યાચારનો મામલો ઉઠાવ્યો હતો.

જોવાની વાત એ પણ છે, કે સસંદ ઠપ્પ થવાને મામલે ભાજપ પણ વિરોધ કરી રહ્યો છે અને 12 એપ્રિલે પાર્ટીના સાસંદો ઉપવાસ કરશે.