ભાવનગર/ લઠ્ઠાકાંડમાં 15 દર્દીઓએ મોતને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા

ભાવનગરના બોટાદ અને  બરવાળા માં દેશીદારૂમાં ઝેરી કેમિકલની ભેળસેળની ઘટનામાં 100 થી વધુ લોકો તબિયત લથડતા ભાવનગર સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
hmair bhai 4 લઠ્ઠાકાંડમાં 15 દર્દીઓએ મોતને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા

ભાવનગરના બોટાદ અને  બરવાળા માં દેશીદારૂમાં ઝેરી કેમિકલની ભેળસેળની ઘટનામાં 100 થી વધુ લોકો તબિયત લથડતા ભાવનગર સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ લઠ્ઠાકાંડમાં  50 થી વધુ લોકોના મોત થયા છે.  જ્યારે સારવાર દરમિયાન સાજા થયેલા 15 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર બોટાદ લઠ્ઠાકાંડમાં  ઝેરી કેમિકલની અસરથી આશરે 100 લોકોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ સ્ત્તાવાળા તરફથી તબિયતમાં સુધારો જણાતા 15 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

તો અમદાવાદ સિવિલમાંથી 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 49 દર્દીઓમાંથી 6 દર્દીઓને રજા અપાઈ છે. હાલ સિવિલમાં 43 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ સિવિલમાં દાખલ 4 દર્દીની હાલત ગંભીર છે.

મોટાભાગના લોકોને ડાયાલિસિસ પર લઈ જઈ સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં ભાવનગરની સિનિયર સર ટી. હોસ્પિટલના આરોગ્ય વિભાગે પ્રશંસનીય કામગીરી કરી વહેલી તકે ડાયાલિસિસ સહિતની જરૂરી સારવાર હાથ ધરી હતી અને મૃત્યુદરમાં શક્ય તેટલો ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરી બાદ 15 દર્દીઓને રજા આપવામાં આવી હતી. સારવાર બાદ બહાર આવતા દર્દીઓના ચહેરા પર એક પ્રકારની નવજીવનની ખુશી જોવા મળી હતી. આ સાથે દર્દીઓના મોઢેથી એવું પણ સાંભળવા મળતું હતું કે તેઓ ફરી ક્યારેય દારૂને અડશે નહીં. આ સાથે બગોદરાના સામાજીક કાર્યકર કાળુભાઈ ડાભી એ સરકાર અને હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રની કામગીરીની સરાહના કરી લોકોને આવા નશાના દુષણથી દૂર રહેવા અપીલ કરી હતી.

નોધનીય છે કે, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની ચોકડી ગામેથી ઝેરી દેશી દારૂ પીવાથી બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં બરવાળા, રાણપુર તેમજ ધંધુકા તાલુકાના ગામડાઓના મોટી સંખ્યામાં લોકોએ દારૂ પીતા તેઓને તબિયત લથડતા ભાવનગર, અમદાવાદ, બોટાદ સહિતના હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. રજા લેનાર દર્દીઓ એ જણાવ્યું હતું કે તેઓએ આ ઝેરી દારૂ પીધા બાદ આંખોમાં દેખાતું બંધ થઈ ગયું હતું અને હાલત ખરાબ થઈ ગઈ હતી.

Pride / દયા ઝાપડિયા બની ભાવનગરનું ગૌરવ, વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ