schemes/ સરકાર દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપશે?જાણો વિગત

ભારત સરકાર( INDIAN GOVERMENT) દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે,, જેમાં જરૂરિયાતમંદ, ખેડૂતો અને ગરીબોને રાશનથી લઈને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

Top Stories India
5 27 સરકાર દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપશે?જાણો વિગત

ભારત સરકાર( INDIAN GOVERMENT) દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે,, જેમાં જરૂરિયાતમંદ, ખેડૂતો અને ગરીબોને રાશનથી લઈને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સરકારી યોજનાને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ જોવા મળી રહી છે. હાલમાં જ યુટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપશે.

આ પણ વાંચો  Story of IAS/ ધોરણ 10ના પરિણામમાં અંગ્રેજીમાં 35,ગણિતમાં 36 માર્કસ મેળવનાર IASની સ્ટોરી, ડિગ્રી નહીં ટેલેન્ટનું મહત્વ

વાયરલ વીડિયોની હકીકત તપાસી

ઉલ્લેખનીય છે  કે આ વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે PIBએ ફેક્ટ ચેક કર્યું છે, જેના દ્વારા આ વીડિયોનું સત્ય જાણવા મળ્યું છે.પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વિટર પર લખ્યું છે કે એક યુટ્યુબ ચેનલ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા “વન ફેમિલી વન જોબ સ્કીમ” હેઠળ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.આ સાથે PIBએ કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

વાયરલ મેસેજથી સાવધાન રહો

પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. આવા સંદેશાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવીને, તમે તમારી અંગત માહિતી અને પૈસા જોખમમાં મુકો છો.

વાયરલ મેસેજની ફેક્ટ ચેક કરી શકાશે

જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે ફેક્ટ ચેક કરી શકો છો. તમે PIB દ્વારા હકીકતની તપાસ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વીડિયોને WhatsApp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો.

આ પણ વાંચો અમદાવાદ/ પેટ્રોલની અછતની અફવા વચ્ચે, લોકોએ મધરાતે ઊંઘમાંથી જાગી પેટ્રોલ પંપ પર લગાવી લાંબી લાઈનો