Not Set/ #બજેટ2020/ નિર્મલા સીતારામણ આજે ખોલશે બજેટનો પટારો, સપના થશે પુરા ?

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવા જઈ રહ્યા છે. સમગ્ર દેશની નજર તેના પર સ્થિર છે. આર્થિક મંદીની વચ્ચે વર્ષ 2020-21નું આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. નાણાં પ્રધાન આવકવેરા તેમજ ગ્રામીણ વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે તેવી પ્રબળ સંભાવના છે. છેલ્લા દાયકાની […]

Top Stories India
ns2 #બજેટ2020/ નિર્મલા સીતારામણ આજે ખોલશે બજેટનો પટારો, સપના થશે પુરા ?

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવા જઈ રહ્યા છે. સમગ્ર દેશની નજર તેના પર સ્થિર છે. આર્થિક મંદીની વચ્ચે વર્ષ 2020-21નું આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. નાણાં પ્રધાન આવકવેરા તેમજ ગ્રામીણ વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે તેવી પ્રબળ સંભાવના છે.

છેલ્લા દાયકાની સૌથી મોટી આર્થિક મંદીનો સામનો કરી રહેલા ભારત માટે આ બજેટ ખૂબ મહત્વનું છે. સરકારી સૂત્રો અને અર્થશાસ્ત્રીઓના મતે નાણાં પ્રધાન ગ્રાહકોની માંગ અને રોકાણને ધ્યાનમાં રાખીને આ બજેટમાં નવી રસ્તો ખોલશે. એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે નિર્મલા સીતારામણ 2025 સુધીમાં દેશના આર્થિક વિકાસ અને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના નિર્માણ તરફ તેના બજેટમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાણાં પ્રધાને કોર્પોરેટ ટેક્સમાં છૂટછાટની ઘોષણા કરી હતી. અપેક્ષા રાખવામાં આવે છે કે આ પછી આવકવેરા મુક્તિની પણ જાહેરાત કરી શકાય છે. એવી સંભાવના છે કે ક્યાં તો આવકવેરાના સ્લેબને છૂટ મળી શકે અથવા ફક્ત ઉચ્ચ આવકવાળા લોકો માટે એક અલગ કર માળખું જાહેર કરવામાં આવે.

આર્થિક નિષ્ણાતો એમ પણ માની રહ્યા છે કે સરકાર આવાસ લોન, શિક્ષણ લોનમાં રાહત આપી શકે છે. આની મદદથી લોકો ટેક્સ બચાવવા રોકાણની માત્રામાં વધારો કરશે, સાથે સ્થાવર મિલકત ક્ષેત્રને પણ મંદીથી રાહત મળશે. ત્યારે તે તો સયમ જ બતાવશે કે, નાણાંમંત્રી નિર્મલા સીતારામને ખોલેલો બજેટનો પટારો લોકોનાં સપના  પુરા કરશે કે કેમ ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.