Not Set/ આેવૈસીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું…..

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો અને બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સવાલ ઉઠાવ્યા છે

Top Stories
owasi 1 આેવૈસીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું.....

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો અને બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે એક તરફ જમ્મુ -કાશ્મીરમાં 9 બહાદુર સૈનિકો શહીદ થયા હતા તો બીજી તરફ 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 મેચ રમાશે. આ સિવાય ઓવૈસીએ કાશ્મીરમાં યુદ્ધવિરામ અને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘અમે ભારતના પ્રધાનમંત્રીને પૂછવા માંગીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં નવ બહાદુર સૈનિકો માર્યા ગયા અને 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન ટી -20 મેચ રમશે . મોદીજી, તમે નથી કહ્યું કે સેના મરી રહી છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવે છે. હવે  સેનાના 9 સૈનિકો મરી ગયા છે, તો તમે ટી 20 રમશો ? પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોની હત્યા કરી રહ્યું છે ત્યારે ટી 20 રમી રહ્યું છે.  બિહારના ગરીબ લોકોની હત્યા થઈ રહી છે, ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. કાશ્મીરમાં એજન્શી  શું કરી રહી છે, હથિયારો ખુલ્લેઆમ આવી રહ્યા છે અને તમે મેચ રમશો. પાકિસ્તાનથી આતંકવાદીઓ ઘૂષણખોરી કરી રહ્યા છે.

11 ઓક્ટોબરથી જમ્મુના રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનનો આજે નવમો દિવસ છે, આ ઓપરેશન હાથ ધરવા માટે સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ પુંછ મોકલવામાં આવી છે. અત્યાર સુધી આ ઓપરેશનમાં બે જેસીબી સહિત ભારતીય સેનાના યુવાનોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.