મધ્યપ્રદેશ/ હવે આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ બની અકસ્માતનો શિકાર, ગાય સાથે અથડાતાં નુકસાન થયું

મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ગ્વાનલિયરના ડાબરા સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. વંદે ભારત ટ્રેન એક ગાય સાથે અથડાઈ, જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ એટલે કે બોનેટ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.

Top Stories India
વંદે ભારત એક્સપ્રેસ

મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ગ્વાનલિયરના ડાબરા સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. વંદે ભારત ટ્રેન એક ગાય સાથે અથડાઈ, જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ એટલે કે બોનેટ ક્ષતિગ્રસ્ત થઈ ગયો. ઓવરબ્રિજ પાસે ટ્રેન લાંબા સમય સુધી ઉભી રહી હતી. ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ કર્યા પછી, ટ્રેને તેની આગળની મુસાફરી શરૂ કરી.

વાસ્તવમાં, નવી દિલ્હીથી ભોપાલ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ગુરુવારે સાંજે ડાબરા અને સિમિરિયાતાલ સ્ટેશનની વચ્ચે પહોંચી, ત્યારે અચાનક એક ગાય પાટા પર આવી, જે ટ્રેન સાથે અથડાઈ. ગાયને ટક્કર મારતાં એન્જિનનું બોનેટ ખુલી ગયું હતું. બોનેટનું સમારકામ કર્યા પછી, ટ્રેન તેની આગળની મુસાફરી માટે શરૂ થઈ. તે જ સમયે, અકસ્માત બાદ ટ્રેનને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. એમ અધિકારીએ જણાવ્યું હતું કે,રાણી કમલાપતિ જતી ટ્રેન (નંબર 20172) સાંજે લગભગ 6.15 વાગ્યે ગાય સાથે અથડાઈ હતી અને લગભગ 15 મિનિટ સુધી સ્થળ પર રોકાઈ હતી.

મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેન

ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાણી કમલાપતિ (ભોપાલ) અને હઝરત નિઝામુદ્દીન (દિલ્હી) વચ્ચેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. જોકે, ટ્રેન શરૂ થયાને એક મહિનો પણ થયો ન હતો કે તે અકસ્માતનો ભોગ બની હતી. વંદે ભારત ટ્રેન રાણી કમલાપતિ સ્ટેશનથી નવી દિલ્હી સુધીની મુસાફરી લગભગ 7.45 કલાકમાં પૂર્ણ કરે છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધીના કેસની આવતીકાલે થશે સુનાવણીઃ જસ્ટિસ હેમંત સુનાવણી કરશે

આ પણ વાંચો:છત્તીસગઢ હુમલામાં શહીદ થયેલા દસમાંથી પાંચ જવાન ભૂતપૂર્વ નકસલી હતા

આ પણ વાંચો:સરહદે શાંતિ તો જ બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય થશેઃ રાજનાથની ચીનને સ્પષ્ટ વાત

આ પણ વાંચો:ગુસ્સે ભરાયેલા ટોળાએ મણિપુરના સીએમ માટે તૈયાર કરાયેલા સ્થળમાં તોડફોડ કરી લગાવી આગ