Tragedy/ ગુસ્સે ભરાયેલા ટોળાએ મણિપુરના સીએમ માટે તૈયાર કરાયેલા સ્થળમાં તોડફોડ કરી લગાવી આગ

ગુસ્સે ભરાયેલા ટોળાએ મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહના કાર્યક્રમ માટે બનાવેલા સ્થળે તોડફોડ કરી અને આગ ચાંપી દીધી

Top Stories India

મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના ન્યુ લામકા ખાતે, ગુરુવારે (27 એપ્રિલ) રાત્રે લગભગ 9 વાગ્યે, એક બેકાબૂ ટોળાએ મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહની સભા માટે તૈયાર કરેલા સ્થળની તોડફોડ કરી અને આગ ચાંપી દીધી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુસ્સે ભરાયેલા ટોળાએ મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહના કાર્યક્રમ માટે બનાવેલા સ્થળે તોડફોડ કરી અને આગ ચાંપી દીધી

મીડિયાના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસે ભીડને વિખેરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પરંતુ તે પહેલા સેંકડો ખુરશીઓ સળગાવી દેવાથી સ્થળને નુકસાન થયું હતું.

પોલીસે જણાવ્યું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ ન્યૂ લામકામાં પીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્થાપિત નવા ઓપન જિમને આંશિક રીતે આગ લગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી એન. બિરેન સિંહ શુક્રવારે (29 એપ્રિલ) ના રોજ તેના ઉદ્ઘાટન માટે આવવાની ધારણા છે.