ભારતીય ટીમે એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે.ભારતીય ટીમે શનિવારે પાકિસ્તાન સામે મેચ રમી હતી, જે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એટલે કે મેચનું પરિણામ નક્કી ન થઈ શક્યું અને બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા.આ મેચ રદ્દ થતાં પાકિસ્તાનની ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે. ગ્રુપ-Aમાં પાકિસ્તાનના 3 પોઈન્ટ છે. જ્યારે ભારતીય ટીમનો માત્ર એક પોઈન્ટ છે. નેપાળ પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 238 રનથી હારી ગયું હતું. આવી સ્થિતિમાં તેની પાસે હજુ સુધી કોઈ પોઈન્ટ નથી.
નોંધનીય છે કેહવે ભારતીય ટીમે તેની બીજી મેચ નેપાળ સાથે જ રમવાની છે. આ મેચ સોમવારે પલ્લેકેલેમાં રમાશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે સુપર-4માં પહોંચી જશે. પરંતુ પલ્લેકેલેનું હવામાન ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યું છે.સોમવારે પલ્લેકેલેમાં વરસાદની સંભાવના 89 ટકા છે. આવી સ્થિતિમાં મેચ ધોવાઈ જવાની પૂરી સંભાવના છે. જો આવું થાય અને વરસાદને કારણે મેચ રદ્દ થઈ જાય તો શું થશે? આ સવાલ પણ ફેન્સના મનમાં હશે. જો મેચ રદ થશે તો ભારત અને નેપાળને સમાન રીતે 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પણ ભારતીય ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે.
સોમવારે પલ્લેકલેમાં વરસાદની 89 ટકા સંભાવના છે. પવનની ઝડપ પણ 44 કિમી પ્રતિ કલાક રહેશે. જ્યારે પલ્લેકેલેમાં સોમવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
સોમવારે પલ્લેકેલેમાં હવામાનની આગાહી
મહત્તમ તાપમાન: 27 ડિગ્રી સેલ્સિયસ
લઘુત્તમ તાપમાન: 21 ડિગ્રી સેલ્સિયસ
વરસાદની સંભાવના: 89%
વાદળછાયું: 100%
પવનની ઝડપ હશે: 44 કિમી/કલાક
