ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ અરવલ્લીની 193 ગ્રા.પં.નું જાહેર થશે પરિણામ, 2281 વોર્ડનાં ઉમેદવારનાં ભાવિનો થશે નિર્ણય

રાજ્યની 8,686 ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ આજે જાહેર થશે. જણાવી દઇએ કે, થોડા ક્ષણો બાદ રાજ્યનાં અલગ-અલગ મથકો પર મતગણતરી શરૂ થશે.

Top Stories Gujarat Others Gram Panchayat Election 21
ગ્રામ પંચાયત પરિણામ
  • અરવલ્લીની 193 ગ્રા.પં.નું આજે પરિણામ
  • 729 સરપંચ,2281 વોર્ડના ઉમેદવારના ભાવિનો ફેંસલો
  • જિલ્લાના 6 તાલુકા મથકો પર મતગણતરી
  • 61 હોલ અને 150 ટેબલ પર મતગણતરી
  • મતગણતરી માટે જિલ્લામા ટોટલ 632 કર્મચારી
  • આરોગ્ય વિભાગના 112 કર્મચારીઓ ખડેપગે
  • SRP અને 365 પોલીસ સ્ટાફ ખડેપગે

રાજ્યની 8,686 ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ આજે જાહેર થશે. જણાવી દઇએ કે, થોડા ક્ષણો બાદ રાજ્યનાં અલગ-અલગ મથકો પર મતગણતરી શરૂ થશે. ત્યારે જો અરવલ્લીની વાત કરીએ તો અહી 193 ગ્રામ પંચાયતનું પરિણામ આજે જાહેર થશે.

આ પણ વાંચો – મુલાકાત / RSSના વડા મોહન ભાગવત અને SPના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ એક સાથે કેમ જોવા મળ્યા,જાણો…

આપને જણાવી દઇએ કે, અરવલ્લીમાં 729 સરપંચ અને 2281 વોર્ડનાં ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય થશે. તેમા અરવલ્લી જિલ્લાનાં 6 તાલુકા મથકોનાં 61 હોલ અને 150 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટે જિલ્લામાં ટોટલ 632 કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે. વળી તે ઉપરાંત આરોગ્ય વિભાગનાં 112 કર્મચારીઓ ખડેપગે છે. કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે SRP અને પોલીસ પણ અહી ખડેપગે છે. આ પહેલા રવિવારે અરવલ્લીની 193  ગ્રામ પંચાયતોની ચૂંટણીનાં મતદાનમાં જિલ્લામાં સરેરાશ 77.50 ટકા મતદાન નોંધાયું હતું. જો કે આ વર્ષે પહેલાની સરખામણીએ ઓછુ મતદાન નોંધાયુ છે. જણાવી દઇએ કે, જિલ્લાની 193 ગ્રામ પંચાયતોમાં યોજાયેલા સામાન્ય અને 4 ગ્રામ પંચાયત ચૂંટણીમાં પેટા ચૂંટણીને લઈને આજે હાથ ધરવામાં આવનાર મત ગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો.

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ,1.47 લાખ ઉમેદવારના ભાવિનો થશે ફેંસલો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું સરેરાશ 74.70 ટકા મતદાન થયુ હતુ. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 1.47 લાખ સરપંચ અને સભ્યોનાં ભાવિ બેલેટમાં કેદ થયા છે. 23 હજાર 907 મતદાન મથકો પર આ સંપૂર્ણ મતદાન થયુ હતુ. વળી રાજ્યનું સૌથી વધુ 72 ટકા મતદાન ઉત્તર ગુજરાતમાં નોંધાયુ છે.