ચૂંટણી પરિણામ/ 161 જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ આગળ, 32 બેઠકો પર કોંગ્રેસને મળી લીડ

પાલિકા-પંચાયતનાં શરૂઆતી ટ્રેન્ડમાંં ભાજપ લગભગ દરેક જગ્યાએ આગળ ચાલી રહી છે. જણાવી દઇએ કે, 31 જિલ્લા પંચાયતમાંથી 20 જિલ્લા પંચાયતમાં ભાજપને સરસાઇ થઇ છે.

Gujarat Others
Mantavya 16 161 જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ આગળ, 32 બેઠકો પર કોંગ્રેસને મળી લીડ
  • પાલિકા-પંચાયતનાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ
  • 31 જિ.પં.માંથી 20 જિ.પં.માં ભાજપને સરસાઇ
  • 161 જિલ્લા પંચાયતની સીટ પર કમળ આગળ
  • 32 સીટ પર કોંગ્રેસને મળી છે લીડ
  • ન.પાનાં ટ્રેન્ડમાં ભાજપ 306 બેઠક ઉપર આગળ
  • ન.પામાં 41 બેઠકમાં કોંગ્રેસને મળી લીડ

પાલિકા-પંચાયતનાં શરૂઆતી ટ્રેન્ડમાંં ભાજપ લગભગ દરેક જગ્યાએ આગળ ચાલી રહી છે. જણાવી દઇએ કે, 31 જિલ્લા પંચાયતમાંથી 20 જિલ્લા પંચાયતમાં ભાજપને સરસાઇ થઇ છે. જ્યારે 161 જિલ્લા પંચાયતની બેઠક પર પણ ભાજપ આગળ છે. 32 બેઠક પર કોંગ્રેસને લીડ મળી છે. નગર પાલિકાનાં ટ્રેન્ડમાં ભાજપ 306 બેઠક પર આગળ છે. નગર પાલિકામાં 41 બેઠકમાં કોંગ્રેસને લીડ મળી છે.

ચૂંટણી પરિણામ: પાલિકા-પંચાયતમાં મનપા જેવી સ્થિતિ, શરૂઆતી વલણોમાં ભાજપ આગળ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન બાદ આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સમય આવી ગયો છે. આજે છે ફેંસલાનો દિવસ. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. હવે આજે એટલે કે 2 માર્ચને મંગળવારના રોજ મતગણતરી થશે જે બાદ પરિણામ જાહેર થશે. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે.  મતગણતરની શરૂઆત 8 કલાકે પોસ્ટલ બેલેટ સાથે થશે અને ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે.

Ahmedabad: અમદાવાદમાં પોલીસે ખાખી વર્ધી પર લગાવ્યું લાંછન, કર્યું એવું પછી મામલો બિચક્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ