New Delhi/ જાણો, કેમ લખનઉ માટે ઉડાન ભરેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને કરાચીમાં કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ

વિમાનમાં રહેલ એક વ્યક્તિની મુસાફરી દરમિયાન અચાનક તબિયત બગડ્યા બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

Top Stories India
A 35 જાણો, કેમ લખનઉ માટે ઉડાન ભરેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને કરાચીમાં કરવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ

મંગળવારે સવારે, સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈ શારજાહથી ઉત્તર પ્રદેશના લખનઉ જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી હતી. વિમાનમાં રહેલ એક વ્યક્તિની મુસાફરી દરમિયાન અચાનક તબિયત બગડ્યા બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, મુસાફરને બચાવી શકાયો ન હતો અને એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેને એરપોર્ટની મેડિકલ ટીમે મૃત જાહેર કર્યો હતો.

એરલાઇન્સ ઈન્ડિગો મુજબ, વિમાન નંબર 6E 1412 લખનઉ માટે ઉડાન ભરી હતી પરંતુ તબીબી ઇમરજન્સીની સ્થિતિને કારણે વિમાનને પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું