IND vs WI 3rd ODI/ ત્રીજી વનડેમાં આવી હોઇ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ રમાશે. રોહિત બ્રિગેડે પ્રથમ બે વન-ડે જીતીને શ્રેણી પહેલા જ જીતી લીધી છે, આવી સ્થિતિમાં ત્રીજી વનડે જીતીને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કરવા ઈચ્છશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે

Top Stories Sports
4 10 ત્રીજી વનડેમાં આવી હોઇ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ રમાશે. રોહિત બ્રિગેડે પ્રથમ બે વન-ડે જીતીને શ્રેણી પહેલા જ જીતી લીધી છે. આવી સ્થિતિમાં ત્રીજી વનડે જીતીને ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કરવા ઈચ્છશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

શિખર ધવન અને રોહિત શર્મા ઓપનિંગ કરશે!

બીજી વનડેમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંકેત આપ્યા હતા કે ત્રીજી મેચમાં શિખર ધવન ઓપનિંગ કરશે. બીજી તરફ વિરાટ કોહલીને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. તેમની જગ્યાએ રૂતુરાજ ગાયકવાડને તક મળી શકે છે. કોઈપણ રીતે ટીમ ઈન્ડિયાએ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. આવી સ્થિતિમાં, કેપ્ટન રોહિત ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ તપાસવા માંગશે.

શ્રેયસ અય્યર વાપસી કરી શકે છે, કેએલ રાહુલ વિકેટકીપિંગ કરી શકે છે

વિરાટ કોહલી ઉપરાંત ઋષભ પંતને પણ ત્રીજી વનડેમાં આરામ આપવામાં આવી શકે છે. તેના સ્થાને કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે. બીજી તરફ ચોથા નંબર પર કેએલ રાહુલ, પાંચમા નંબરે શ્રેયસ અય્યર અને છઠ્ઠા નંબર પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી શકે છે.

ફાસ્ટ બોલિંગ વિભાગમાં યુવા ફાસ્ટ બોલર અવેશ ખાન મોહમ્મદ સિરાજના સ્થાને આવે તેવી અપેક્ષા છે. આ સિવાય શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચાહરને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. જયારે ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ પણ લાંબા સમય પછી એક્શનમાં જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન, રોહિત શર્મા (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ/વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, દીપક ચહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, પ્રશાંત કૃષ્ણ અને અવેશ ખાન હોઇ શકે છે.