snowfall in japan/ જાપાનમાં હિમવર્ષાના લીધે 17 લોકોના મોત,મૃત્યુઆંક વધવાની સંભાવના,ટ્રેન અને ફલાઇટની સેવા ખોરવાઇ

જાપાનના (japan) મોટા ભાગોમાં ભારે હિમવર્ષાના (snowfall) કારણે 17 લોકોના મોત થયા છે અને 90 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Top Stories World
 snowfall in japan

 snowfall in japan :  જાપાનના (japan) મોટા ભાગોમાં ભારે હિમવર્ષાના (snowfall) કારણે 17 લોકોના મોત થયા છે અને 90 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત સેંકડો ઘરોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટના (disaster management) અધિકારીઓના જણાવ્યા અનુસાર જાપાનના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે જાપાનના ઉત્તરીય પ્રદેશોમાં હાઈવે પર સેંકડો વાહનો અટવાઈ પડ્યા હતા. એટલું જ નહીં, હિમવર્ષાને કારણે શનિવાર સુધી 11 લોકોના મોત થયા હતા. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, ક્રિસમસ સપ્તાહમાં ભારે હિમવર્ષાના કારણે મૃત્યુઆંક સોમવાર સવાર સુધીમાં વધીને 17 થઈ ગયો છે અને ઘાયલોની સંખ્યા 93 થઈ ગઈ છે.

હિમવર્ષા પ્રભાવિત વિસ્તારો અંગે મ્યુનિસિપલ કચેરીઓએ સ્થાનિક રહેવાસીઓને બરફ દૂર કરવાની પ્રવૃત્તિ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરી છે. ઉપરાંત, તેમણે લોકોને એકલા કામ ન કરવા વિનંતી કરી છે. આપત્તિ (disaster) વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે, ટોક્યોથી લગભગ 300 કિમી ઉત્તરે યામાગાતા પ્રીફેક્ચરમાં નાગાઈ શહેરમાં તેની છત પર બરફના જાડા ઢગલા હેઠળ દટાઈ જવાથી એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.

નોંધનીય છે  કે પૂર્વોત્તર જાપાનના  ઘણા ભાગોમાં સિઝનની સરેરાશ કરતા ત્રણ ગણી વધુ હિમવર્ષા નોંધાઈ છે. અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રિસમસની સવારે લગભગ 20,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.  પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર ઉત્તર જાપાનમાં ડઝનબંધ ટ્રેનો અને ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી. જોકે, મોટાભાગની સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે અમિરકામાં ભારે હિમવર્ષા જોવા મળે છે.અમેરિકામાં ભારે હિમવર્ષમાના લીધે ભારે તારાજીના સમાચાર સામે આવી રહ્યા છે. સતત હિમવર્ષાથી અત્યાર સુધી 50 લોકોના મોત થયા છે અને મોતનો આંક હજુપણ વધી શકે છે.અમેરિકામાં હિમવર્ષા (snowfall) ભારે  તબાહી મચાવી રહ્યું છે. અમેરિકામાં બરફવર્ષાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. બરફવર્ષાથી મૃત્યુઆંક વધીને 50 થયો છે. આ સિવાય આ હિમપ્રાતથી અનેક લોકો પ્રભાવિત થયા છે.  .એપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પશ્ચિમ ન્યૂયોર્કના (new york) બફેલો વિસ્તારમાં હિમવર્ષાથી (snowfall in america) મૃત્યુઆંક વધીને 27 થઈ ગયો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ માર્ક પોલોનકાર્ઝે જણાવ્યું હતું કે આ હિમપ્રાતના લીધે ઓછા 25 લોકો માર્યા ગયા હતા

Snowfall In America/ અમેરિકામાં ભારે હિમવર્ષાના લીધે અત્યાર સુધી 50 લોકોના મોત, આ શહેર સૈાથી વધારે પ્રભાવિત