Iran-Israel Tension/ ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

ઈઝરાયેલ પર થયેલ હુમલાને લઈ ઈઝરાયેલની મદદ કરતા રહીશું. અમે ઈઝરાયેલની સુરક્ષા…………..

Top Stories World Breaking News
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 26 ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

Tehran : ઈરાનના લશ્કરે અંદાજે 200 ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયેલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયેલની સેનાએ શનિવારે મોડી રાત્રે આ હુમલાની માહિતી આપી હતી. અમેરિકન લશ્કરે ઈરાની લશ્કરના કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. દરમિયાન ઇઝરાયેલના આયર્ન ડોમે ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને (ઈન્ટરસેપ્ટ)અટકાવી દીધી હતી.

ઈઝરાયેલના અખબાર મુજબ ઈઝરાયેલના લશ્કરી મથકને થયેલા નુકસાન અંગે પણ માહિતી આપવામાં આવી છે. લશ્કરે કહ્યું છે કે અમે ઈરાનમાં કેટલાક ડ્રોન ઉડતા જોયા છે, જેને અહીં પહોંચવામાં થોડા કલાકો લાગશે. ઈઝરાયેલની એક ટી.વી.ચેનલે અહેવાલ આપ્યો છે કે ઈરાને ડ્રોન હુમલો શરૂ કરી દીધો છે.  હજુ તે થોડો સમય લેશે. પરંતુ સીરિયા અને જોર્ડનમાં કેટલાક ડ્રોનને ઉડાવી દેવામાં આવ્યા છે.

મધ્ય એશિયાના 8 દેશોમાં અમેરિકન લશ્કર તૈનાત છે. યુદ્ધ વખતે દળ ઈઝરાયેલની મદદ કરી શકે છે. તો બીજી બાજુ જાણવા મળ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલના PMને ફોન કરીને કહ્યું છે કે અત્યારે કોઈ પણ પ્રકારનો વળતો હુમલો ન કરે. તેમને X પર લખ્યું છે કે, અમે ઈઝરાયેલ પર થયેલ હુમલાને લઈ ઈઝરાયેલની મદદ કરતા રહીશું. અમે ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.

જોર્ડનનું કહેવું છે કે ઈઝરાયેલ હુમલા વચ્ચે જો કોઈ ઈરાનનું એરક્રાફ્ટ અમારા એરસ્પેસમાં આવ્યું તો એ હવાઈ સીમાનું ઉલ્લંઘવ કહેવાશે અને તરત જ ઉડાવી દેવામાં આવશે.

બ્રિટને ઈરાનના હુમલાઓને જોતાં પોતાના એરફોર્સ જેટ અને એર ફ્યુલિંગ ટેંકર મધ્ય એશિયા તરફ મોકલ્યા છે.

1 એપ્રિલના રોજ ઇઝરાયેલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો ઠાર કરાયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર 

આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર 

આ પણ વાંચો:Australia/ઓસ્ટ્રેલિયાના મોલમાં ચાકૂબાજી અને ફાયરિંગથી નાસભાગ

આ પણ વાંચો:Armed Forces/ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું તો કોણ જીતશે?