Not Set/ ગુજરાત : રાજ્યના 79 IAS અધિકારીઓની બદલી

ગુજરાત રાજયમાં 79  વધારે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી આ બદલીઓની રાહ જોવામાં આવી રહી હતી.  તો આજે આ બદલીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. 79 જેટલા IAS  અધિકારીઓમાંની બદલીઓ કરવામાં આવી  છે. જેમાં કલેક્ટર , સચિવાલય કક્ષાના કેટલાક અધિકારી સહિત સુરત, અને રાજકોટના મ્યુ. કમિશ્નર ની પણ બદલી કરવામાં આવી […]

Top Stories Videos
ias ગુજરાત : રાજ્યના 79 IAS અધિકારીઓની બદલી

ગુજરાત રાજયમાં 79  વધારે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી આ બદલીઓની રાહ જોવામાં આવી રહી હતી.  તો આજે આ બદલીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. 79 જેટલા IAS  અધિકારીઓમાંની બદલીઓ કરવામાં આવી  છે. જેમાં કલેક્ટર , સચિવાલય કક્ષાના કેટલાક અધિકારી સહિત સુરત, અને રાજકોટના મ્યુ. કમિશ્નર ની પણ બદલી કરવામાં આવી છે. સુરત મ્યુ. કમિશનરની સચિવાલય ખાતે બદલી થઈ છે.

પુનમચંદ પરમાર , જયંતિ રવિ, એસ જે હૈદર,  મમતા વર્મા, મિલિન્દ તોરવાની, સંગિતા સિંઘ, પંકજ જોશી, જગદીશ પ્રસાદ ગુપ્તા, વિગેરે નો સમાવેશ થાય છે.

મોરબી કલેકટરની ગાંધીનગર મહેસૂલ વિભાગમાં બદલી કરવામાં આવી છે. તો જયંતિ રવિ ની પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે ગાંધીનગર નિમણૂક કરવામાં આવી છે. એસ જે હૈદર ની પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે પંચાયત, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલોપમેન્ટ   ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

કયાં IASની કયાં બદલી?

 ધોલેરા સર પ્રોજેક્ટનાં CEO જયપ્રકાશ શિવહરેની બદલી

      આરોગ્ય વિભાગના કમિશનર તરીકે મૂકાયા

  • જમીન સુધારણા કમિશનર હારિત શુક્લાની બદલી

      સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકે બદલી

  • સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનંજય દ્વિવેદીની બદલી

     નર્મદા, જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ તરીકે નિમણૂક

  • GADના સંગીતા સિંઘ બન્યાં નવાં ગૃહસચિવ

     જે.પી. ગુપ્તાને ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક

  • પૂનમચંદ પરમારને એગ્રીકલ્ચર, ફાર્મર ડિપાર્ટમેન્ટના ACS તરીકે નિમણૂક
  • આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિને વધારાનો હવાલો

    મુખ્ય સચિવ તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં મૂકાયા

  • સંગીતા સિંઘ અધિક મુખ્ય સચિવની બદલી

     સામાન્ય વહીવટ વિભાગમાંથી ગૃહ વિભાગમાં નિમણૂક

  • અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારની બદલી

     ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં નિમણૂક

  • ગોધરાના કલેક્ટર ઉદિત અગ્રવાલની બદલી

     રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક

  • સુરતનાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસનની બદલી

     GIDCનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક

  • ભાવનગરના કલેક્ટર હર્ષદકુમાર પટેલની બદલી

     સેટલમેન્ટ કમિશનર અને જમીન સુધારણામાં કરાઇ નિમણૂક

  • રાહત કમિશનર મનોજ કોઠારીની કરાઇ બદલી

     મધ્ય ગુજરાત વીજ કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી

  • મોરબી કલેક્ટર આર.જે. માકડિયાની બદલી

     રેવન્યૂ ઇન્સ્પેકશન કમિશનર તરીકે નિમણૂક

  • રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

     બંછાનિધિ પાનીની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક

  • રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી

     રમ્યા મોહન બન્યાં રાજકોટનાં નવા કલેક્ટર

  • પોરબંદર કલેક્ટર એમ.એ.પંડ્યાની બદલી, ગાંધીનગર ખાતે મીડ-ડે મીલ કમિશનર તરીકે બદલી
  • તાપી-વ્યારાના કલેક્ટર આર.એસ. નિનામાની બદલી

    ડેવલેપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે બદલી

  • નિનામાની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી
  • ઠાસરાના આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગરની બદલી
  • અર્પિત સાગરની વલસાડના ડીડીઓ તરીકે બદલી
  • AMCનાં ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરની બદલી

    ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશનમાં મુકાયા

    એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક

  • મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના મેનેજિંગ ડિરેક્ટરની બદલી

     મેને.ડિરેકટર રાજેશ મંજુને  વા.કમિશનર તરીકે મૂકાયા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.