ત્રિપુરા/ સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા વિવાદ પર મોટી કાર્યવાહી

ત્રિપુરાના પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને સિંહણનું નામ અકબર-સીતા રાખનાર અધિકારીને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.

Top Stories India
YouTube Thumbnail 86 1 સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા વિવાદ પર મોટી કાર્યવાહી

Tripura News: ત્રિપુરાના પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને સિંહણનું નામ અકબર-સીતા રાખનાર અધિકારીને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. નામકરણના વિવાદ વચ્ચે, સરકારે રાજ્યના પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી અને પર્યાવરણીય પ્રવાસન) પ્રબીન લાલ અગ્રવાલને સસ્પેન્ડ કર્યા છે. આ સસ્પેન્શન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કોલકત્તા હાઈકોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવ્યું હતું જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે નામોથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 12 ફેબ્રુઆરીએ ત્રિપુરાના સિપાહીજાલા ઝૂલોજિકલ પાર્કમાં પાંચ વર્ષ બાદ બે સિંહને લાવવામાં આવ્યા હતા. આ સિંહને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ઉત્તર બંગાળના સિલીગુડીમાં બંગાળ સફારીમાંથી લાવવામાં આવ્યા હતા.

VHPએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી

VHPએ હાઇકોર્ટની બેંચ સમક્ષ અરજી દાખલ કરીને નામોમાં ફેરફાર કરવા વિનંતી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચે છે. જસ્ટિસ ભટ્ટાચાર્યએ બંને પ્રાણીઓ માટે પસંદ કરેલા નામો પર નારાજગી વ્યક્ત કરી હતી.

હાઈકોર્ટે પણ ફટકાર લગાવી

મૌખિક ટિપ્પણીમાં, કોલકાતા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચે કહ્યું કે સિંહણ અને સિંહને “સીતા” અને “અકબર” નામ આપવાનો નિર્ણય વિવાદને રોકવા માટે ટાળવો જોઈએ. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે શું સિંહનું નામ સ્વામી વિવેકાનંદ કે રામકૃષ્ણ પરમહંસ જેવી વ્યક્તિઓના નામ પર રાખી શકાય. બેન્ચે ભલામણ કરી હતી કે પશ્ચિમ બંગાળ ઝૂ ઓથોરિટી પુનર્વિચાર કરે અને બંને પ્રાણીઓના નામ ન્યાયપૂર્ણ રીતે બદલે.

હાઈકોર્ટની બેન્ચે આકરા સવાલો કર્યા હતા

ન્યાયમૂર્તિ ભટ્ટાચાર્યએ વિચાર્યું કે શું દેવી-દેવતાઓ, પૌરાણિક વ્યક્તિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અથવા નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામ પર પ્રાણીઓનું નામ રાખવું યોગ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, વિવાદ ઊભો કરવા માટે આ નામ કોણે આપ્યું છે? હું વિચારતો હતો કે શું કોઈ પ્રાણીનું નામ ભગવાન, પૌરાણિક નાયક, સ્વાતંત્ર્ય સેનાની કે નોબેલ પુરસ્કાર વિજેતાના નામ પર રાખી શકાય? સિંહ અને સિંહણને અકબર અને સીતાનું નામ આપીને વિવાદ શા માટે કરવો જોઈએ?

જણાવી દઈએ કે અકબર ભારતમાં મુઘલ સામ્રાજ્યના મુખ્ય મુસ્લિમ શાસક હતા. જ્યારે હિન્દુ મહાકાવ્ય રામાયણ અનુસાર, સીતાને ભગવાન રામની પત્ની તરીકે ઓળખવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુના અવતાર છે. હિન્દુ ધર્મના લોકો સીતાને માતા કહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો