ગુજરાત/ પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે : નીતિનભાઇ પટેલ

ભારત સરકાર તરફથી ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં નવી મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, કલેક્ટરએ જમીન પણ ફાળવી દીધી છે

Top Stories Gujarat Others
123 185 પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે : નીતિનભાઇ પટેલ

સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે જિલ્લા પંચાયત ગોધરા ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલએ સભાગૃહમાં સંબોધનમાં જણાવ્યું કે, ભારત સરકાર તરફથી ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં નવી મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, કલેક્ટરએ જમીન પણ ફાળવી દીધી છે ત્યારે આ તમામ પ્રક્રિયાને આખરી મંજૂરી આપી ગોધરામાં નવી મેડીકલ કોલેજ ઝડપથી શરૂ થઇ જાય એ માટે આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી હાથમાં લીધી છે. ગોધરા સહિત રાજ્યમાં પાચ નવી મેડીકલ કોલેજો શરૂ કરવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ઠેરઠેર ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યાં છે, જેમાં ધારાસભ્ય-સાંસદની ગ્રાન્ટ, દાતાઓનાં સહયોગ લેવાઇ રહ્યો છે. ગોધરામાં પણ સીવીલ હોસ્પીટલ ખાતે બે નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભાં કરવામાં આવ્યા છે તેનાથી કોરોનાની ત્રીજી લહેરનો મજબુતાઇથી સામનો કરી શકાશે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ભારત સરકારનાં માર્ગદર્શન મુજબ બધા જ જિલ્લાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે ત્યારે આપણે ગુજરાતી હોવાની પહેલા ભારતીય છે એ હંમેશા યાદ રાખવું જોઇએ. મહાત્મા ગાંધીજી-સરદાર પટેલ જેવા અનેક નામી-અનામી નેતાઓ, શહીદોના બલિદાનથી આપણને આઝાદી મળી છે. ત્યારે આઝાદીના અમુત મહોત્સવની ઉજવણી તમામ કોરોનાની સાવચેતીઓ સાથે કરવા નિર્ણય લેવાયો હતો.

તેમણે કહ્યું કે, અત્યારે ગુજરાતમાં આખા દેશમાં ઓછામાં ઓછા કેસ એટલે કે માંડ વીસ-પચ્ચીસ કેસ નોંધાઇ રહ્યા છે. જયારે એક સમય હતો ગુજરાતમાં મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. બીજી લહેરમાં અનેક મૂશ્કેલ દોર આવ્યા પરંતુ જનસહયોગથી તેનો પણ મક્કમ મુકાબલો કર્યો. આ સમયે રાજ્ય સરકારે કડક કાયદાનો સહારો ન લઇને નાના વેપારીઓ-ઉદ્યોગકારો-ધંધાદારીઓ આ સમયમાં મોટી મદદ કરી છે અને તેમના વેપાર-ધંધાને બંઘ થવા દીધા નથી.
તેમણે જણાવ્યું કે, આપણે કોરોનાના માનસિક ભયમાંથી મુક્ત થવાનું છે, સાથે કોરોનાની સાવચેતીઓ પણ રાખવાની છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ તેનો જ એક ભાગ છે. આવા કાર્યક્રમથી આપણે આપણી મહાન સંસ્કૃતિ, ઇતિહાસ-વારસાનું જતન કરવાનું છે. તેને નવી પેઢીમાં સિંચવાનું છે. તે માટે આપણા આઝાદીનાં લડવૈયાઓને યાદ કરવાનો, શહીદોને યાદ કરવાનો આ ઐતિહાસિક અવસર છે.

અફઘાનિસ્તાન / તાલિબાનિયોએ મહિલાના સેન્ડલમાંથી પગ દેખાતા ફટકારી, મહિલાના ઘરની બહાર જવા પર મુક્યો પ્રતિબંધ 

અફઘાનિસ્તાન / ભારત અફઘાનિસ્તાનથી આવતા લોકોને આપી શકે છે આશ્રય