અમદાવાદ/ લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

હાઈકોર્ટમાં એક એવો અજીબ કેસ આવ્યો હતો કે જેમાં પત્નીએ એવી ફરિયાદ કરી હતી કે લગ્ન પહેલા તેના પતિએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 43 1 લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

@નિકુંજ પટેલ

Ahmedabad News: હાઈકોર્ટમાં એક એવો અજીબ કેસ આવ્યો હતો કે જેમાં પત્નીએ એવી ફરિયાદ કરી હતી કે લગ્ન પહેલા તેના પતિએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. પત્નીના દાવા મુજબ લગ્ન પહેલા તેનો પતિ તેના ઘરે આવતો હતો અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. તે સમયે  યુવતી સગીર વયની હોવાથી તેણે પતિ સામે આઈપીસીની કલમ 376(2) અને પોક્સો કાયદા હેઠળ ફરિયાદ કરી હતી.

બીજીતરફ લગ્ન થયા બાદ સાસરીયાઓ દ્વારા શારીરિક અને દહેજની માંગણી કરવામાં આવતી હોવાથી આઈપીસીની કલમ 498 એ હેઠળ પણ ફરિયાદ કરી હતી. જોકે હાઈકોર્ટે કેસના તથ્યો, ફરિયાદ તથા આરોપી પક્ષની રજૂઆતને રેકર્ડ પર લઈને પત્નીને કાનૂનની પ્રક્રિયાનો દુરૂપયોગ કર્યો હોવાનું નોંધ્યું હતું. બાદમાં સાસરીયા સામેની ફરિયાદ રદ્દ કરવાનો હુકમ કર્યો હતો.

આ બનાવમાં બનાસકાંઠા મહિલા પોલીસ સ્ટેશનમાં પત્ની દ્વારા પતિ અને સાસરીયાઓ વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હતી. આ એફઆઈઆર રદ્દ કરાવવા તેમણે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટીશન દાખલ કરી હતી. પિટીશનમાં પત્નીએ પતિ વિરૂધ્ધની ફરિયાદ નહી ચલાવવા કહેતા હાઈકોર્ટે તેનું નામ રદ્દ કર્યું હતું. જોકે તે સાસરીયાઓ સામેની કાર્યવાહી ચાલુ રાખવા માંગતી હોવાથી આ કેસ ચાલ્યો હતો. જેમાં પત્નીએ પાયા વગરની અને કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ કરી સાસરીયાઓને ફસાવવા માટે એફઆઈઆર નોંધાવી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે બદ્ઈરાદા સાથે કરાતી ફોજદારી કાર્યવાહીને પ્રોત્સાહન નહી આપવાની બંધારણીય કોર્ટની ફરજ બને છે.

આ કેસમાં ફરિયાદી મહિલા અરજદારોને ફસાવવા માટે કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ કર્યો હોવાનું કોર્ટે માન્યું હતું. તેથી આ ફરિયાદ રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સામે આવેલી હકીકતો મુજબ ફરિયાદી પત્ની અને પતિ અગાઉ લિવ ઈનમાં રેહતા હતા. જેને પગલે તેમની વચ્ચે શારીરિક સંબંધ હતા. પત્ની ગર્ભવતી થઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો. લગ્ન પછી તે સાસરે જતી રહી હતી. જોકે તેણે એવો આક્ષેપ કર્યો હતો કે સાસરીયા તેને ક્યાંય બહાર જવા દેતા ન હતા અને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત