સુરત/ પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત

સુરતમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સારવાર માટે સાચી હોસ્પિટલમાં દાખલ કરાયેલા 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.

Gujarat Surat
YouTube Thumbnail 9 2 પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સારવાર માટે સાચી હોસ્પિટલમાં દાખલ કરાયેલા 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. તબીબની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે. ડિંડોલી ખરવાસા રોડ વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે રહેતા ભગવાન લોખંડે સલુનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 10 વર્ષીય પુત્ર અભિરૂપ એસ.ડી. જૈન સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો.

રવિવારે રાત્રે અભિરૂપને ઝાડા-ઊલટી અને પેટમાં દુ:ખાવાની તકલીફ થઈ હતી. જેથી સોમવારે સવારે અભિરૂપને સારવાર માટે ઉધના નહેર નજીકની પ્રાચી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડો.હિતેશ જરીવાલાએ અભિરૂપને દાખલ કરવા માટે કહ્યું હતું. જોકે પ્રાચી હોસ્પિટલમાં કેશલેસની સુવિધા ન હોવાથી ડો. હિતેશની સારવાર હેઠળ જ અભિરૂપને સાચી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ અભિરૂપનું મોત નીપજ્યું હતું. અભિરૂપની સારવારમાં તબીબ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો. આક્ષેપને પગલે પોલીસે અભિરૂપનુ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

મૃતક અભિરૂપના પિતા ભગવાનભાઈ લોખંડેએ જણાવ્યું હતું કે, અભિરૂપને જ્યારે સારવાર માટે લઈ ગયા ત્યારે તે મારી સાથે પોતે ચાલીને હોસ્પિટલમાં ગયો હતો. પ્રાચી હોસ્પિટલમાંથી સાચીમાં લઈ ગયા ત્યારે ડો. હિતેશે ત્યાંથી દવાઓ અને પાઉચ આપ્યા હતા અને તે પહેલા આપવા કહ્યા હતા. ત્યા ગયા ત્યારે ડોક્ટર પણ હાજર ન હતા અને પ્રાચીમાંથી આપેલી દવાઓ આપવાની જગ્યાએ બીજી જ બોટલો શરૂ કરી ત્યાર બાદ તેની તબિયત વધુ ખરાબ થઈ હતી અને તેને પેટમાં અને સ્પાઈનના ભાગે અસહ્ય દુ:ખાવો થવા માંડ્યો હતો.

તબીબની બેદરકારીના કારણે મારા દીકરાનું મોત થયું છે.ડો. હિતેશ જરીવાલાએ જણાવ્યું હતું કે, બાળકને સારવાર માટે લઈને આવ્યા ત્યારે જ તેને કમળો હતો અને તેનું પેટ ફુલેલુ હતું. લીવર અને કીડનીમાં તકલીફ હતી. જેથી નિષ્ણાંત ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી અને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. બાળકની સારવારમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો