અમદાવાદ/ ગરબા રસીકો ફરી થશે નિરાશ, રાજપથ-કર્ણાવતી ક્લબમાં નહીં થાય નવરાત્રિ

અમદાવાદમાંં આવેલા બે મોટા ક્લબ (રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબ) માં આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને નવરાત્રિનું આોજન નહી કરે.

Top Stories Ahmedabad Gujarat
11 152 ગરબા રસીકો ફરી થશે નિરાશ, રાજપથ-કર્ણાવતી ક્લબમાં નહીં થાય નવરાત્રિ
  • રાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિ
  • અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર
  • સરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિ
  • મહામારીને લઈને આયોજકો દ્વારા નિર્ણય
  • આ વખતે પણ કલબોમાં નહિ યોજાય નવરાત્રિ
  • માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી
  • મોટા ભાગના ક્લબોમાં નહીં યોજાય નવરાત્રિ

રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસ સતત ઓછા થઇ રહ્યા છે. ત્યારે રાજ્યનાં નાગરિકો નવરાત્રિને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કેે રાજપથ અને કર્ણાવતી ક્લબમાં આ વર્ષે નવરાત્રિ યોજાશે નહી.

11 155 ગરબા રસીકો ફરી થશે નિરાશ, રાજપથ-કર્ણાવતી ક્લબમાં નહીં થાય નવરાત્રિ

આ પણ વાંચો – OMG! / ન્યુઝીલેન્ડની સુરક્ષામાં ગોઠવાયેલા પોલીસકર્મીઓ 27 લાખની ચટ કરી ગયા બિરયાની

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ભલે કોરોનાનાં કેસ ઓછા સામે આવી રહ્યા છે. જે બાદ એવી ચર્ચાઓ તેજ બની છે કે, આ વર્ષે નવરાત્રિમાં ગરબા રસીકો ગરબા રમી શકશે. જો કે આ મુદ્દે હજુ સરકાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદમાંં આવેલા બે મોટા ક્લબ (રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબ) માં આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને નવરાત્રિનું આોજન નહી કરે. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઇને આયોજકોએ નિર્ણય લીધો છે કે, જો સરકાર પણ આ વર્ષે નવરાત્રિ કરવાની પરવાનગી આપે છે તો પણ તેઓ તેમના ક્લબમાં ગરબાનું આયોજન નહી કરે.

11 154 ગરબા રસીકો ફરી થશે નિરાશ, રાજપથ-કર્ણાવતી ક્લબમાં નહીં થાય નવરાત્રિ

આ પણ વાંચો – બિસ્માર હાલત / રાજ્યમાં વરસાદનાં કારણે રસ્તાનું થયુ ધોવાણ, સરકારે શરૂ કર્યો નવતર પ્રયોગ

કોરોના મહામારીને લઈને આયોજકો દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ ગરબાનાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. આ વખતે પણ ક્લબોમાં નવરાત્રિ નહીં યોજવામાં આવે. માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી હોવાની ચર્ચા સામે આવી રહી છે. મોટા ભાગની ક્લબોમાં આ વર્ષે પણ નવરાત્રિ યોજવામાં નહીં આવે. આપને જણાવી દઇએ કે, આ પહેલા રૂપાણી સરકારે DJ અને મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની પરવાનગી આપી દીધી હતી. છેલ્લા ઘણા સમયથી બેકાર બેસી રહેલા DJ અને મ્યુઝીક બેન્ડ તેમજ ગાયકો માટે આ એક રાહતનાં સમાચાર છે. જો કે હાલમાં કોરોનાનાં કેસ ઓછા છે છતા વૈજ્ઞાનિકોનું કહેેવુ છેે કે, કેસ ભલે ઓછા આવે પણ સાવધાની હજુ પણ રાખવાની જરૂર છે.