missile/ દક્ષિણ કોરિયા-અમેરિકા સૈન્ય અભ્યાસ પહેલા કિમ જોંગે મિસાઈલ છોડી, તણાવભરી સ્થિતિ…

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાતે જઈ રહ્યા છે. કમલા હેરિસની દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત પહેલા કોરિયન ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે

Top Stories World
7 35 દક્ષિણ કોરિયા-અમેરિકા સૈન્ય અભ્યાસ પહેલા કિમ જોંગે મિસાઈલ છોડી, તણાવભરી સ્થિતિ...

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાતે જઈ રહ્યા છે. કમલા હેરિસની દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત પહેલા કોરિયન ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની દક્ષિણ કોરિયાની મુલાકાત પહેલા ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. તાનાશાહ કિમ જોંગ ઉનના નેતૃત્વમાં ઉત્તર કોરિયાએ રવિવારે તેના પૂર્વ કિનારે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી.

ઉત્તર કોરિયા દ્વારા બેલેસ્ટિક મિસાઈલ એવા સમયે છોડવામાં આવી છે જ્યારે દક્ષિણ કોરિયા અને અમેરિકાની સેના સંયુક્ત કવાયત કરવાની છે. એક અમેરિકન એરક્રાફ્ટ કેરિયર આ કવાયતમાં ભાગ લેશે. દક્ષિણ કોરિયાની સૈન્યએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા દ્વારા ઉત્તરી પ્યોંગયાન પ્રાંતના ટેચેઓન વિસ્તાર નજીક સવારે 7 વાગ્યાની આસપાસ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી.

ન દક્ષિણ કોરિયાની સેનાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઉત્તર કોરિયાનું મિસાઈલ ફાયરિંગ ઉશ્કેરણીનું કૃત્ય છે. તે કોરિયન દ્વીપકલ્પ તેમજ વિશ્વ સમુદાયની શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કિમ સેંગ-ક્યુમે યુએસ આર્મી કોરિયા કમાન્ડર પોલ લાકેમેરા સાથે તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી.