જમ્મુ કાશ્મીર/ પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેદ, બે પોલીસકર્મીઓ અને સેનાનો એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનો, એક આર્મી જવાન અને એક આતંકવાદી ઘાયલ થયા છે. આ ઘટના પૂંછ જિલ્લાના ભાટા દુરિયાં જંગલ વિસ્તારની….

Top Stories India
પૂંછ

જમ્મુ-કાશ્મીરમાં આજે આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન, એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનો, એક આર્મી જવાન અને એક આતંકવાદી ઘાયલ થયા છે. આ ઘટના પૂંછ જિલ્લાના ભાટા દુરિયાં જંગલ વિસ્તારની જણાવવામાં આવી રહી છે. ઓપરેશન અંગે જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ પોલીસ અને સેનાના જવાનોની સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે પોલીસકર્મી અને એક આર્મી જવાન ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીએ ઇસ્લામ ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવવાનો કર્યો નિર્ણય

પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાના આતંકવાદી, જેની ઓળખ ઝિયા મુસ્તફા તરીકે થઈ છે, તેને આતંકવાદી છુપાયાની ઓળખ માટે ભાટા દુરિયાં લઈ જવામાં આવી રહી છે. આ આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં સામેલ હતા જેમાં સેનાના ત્રણ જવાનો અને એક જેસીઓ શહીદ થયા હતા. સર્ચ દરમિયાન જેમ જેમ ટીમ છુપાયાની નજીક પહોંચી, આતંકવાદીઓએ પોલીસ અને સેનાના જવાનોની સંયુક્ત ટીમ પર ફરીથી ગોળીબાર કર્યો, જેમાં બે પોલીસકર્મી અને એક આર્મી જવાન ઘાયલ થયા. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ ઘટનામાં લશ્કર-એ-તૈયબાનો આતંકી મુસ્તફા પણ ઘાયલ થયો છે. હાલમાં બંને તરફથી ભારે ગોળીબાર ચાલી રહ્યો છે, જેના કારણે ઘાયલ આતંકવાદીને સ્થળ પરથી બહાર કાઢી શકાયો નથી. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે. આતંકવાદ વિરોધી ઓપરેશનના 14માં દિવસે ભારે ગોળીબાર થઈ રહ્યો છે. ઘટનાસ્થળે બંને તરફથી ગોળીબારના અવાજ સંભળાઈ રહ્યો છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાન ભાજપમાં જોડાશે તો ડ્રગ્સ સુગર પાવડર બની જશે : છગન ભુજબલ

આ પહેલા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત સેનાના બે જવાન શહીદ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જમ્મુ અને પૂંછમાં તાજેતરમાં સુરક્ષા દળો પર થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હાજર છે. તાજેતરમાં જ જેસીઓ સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા.

આ પણ વાંચો :ભારત-પાકિસ્તાની આજની મેચમાં ટોસ નિર્ણાયક સાબિત થશે, રન ચેસ કરવા સરળ બનશે

આ પણ વાંચો :દેશમાં કોરોનાના કેસ નિયંત્રણમાં,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,906 કેસ

આ પણ વાંચો :લખીમપુર ખીરીના મુખ્યઆરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુ થતાં જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયા