રસીકરણ/ ગુજરાતમાં કેવી રહેશે વેક્સિનેશનની પ્રક્રિયા ? જાણીલો પૂર્ણ વિગત…

કોરોનાનાં વૈશ્વિક હાહાકાર વચ્ચે ભારત માટે સારા કહી શકાય તેવા સમાચાર આવ્યા અને ભારતમાં એક નહીં બે – બે રસીને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી , ઉલ્લેખનીય છે કે

Top Stories Gujarat
vaccination ગુજરાતમાં કેવી રહેશે વેક્સિનેશનની પ્રક્રિયા ? જાણીલો પૂર્ણ વિગત...

કોરોનાનાં વૈશ્વિક હાહાકાર વચ્ચે ભારત માટે સારા કહી શકાય તેવા સમાચાર આવ્યા અને ભારતમાં એક નહીં બે – બે રસીને ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી , ઉલ્લેખનીય છે કે આ માંથી એક રસી તો સંપૂર્ણ રીતે મેઇક ઇન ઇન્ડિયા છે. ભારતમા આવતી કાલ એટલે કે 16 જાન્યુઆરીથી રસી કરણની પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને રસીનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ રસીનો જથ્થો આવી ચૂક્યો છે અને રાજ્યનાં તમામ મુખ્ય મથકો પર રસી પહોંચી ચૂકી છે. આવો જોઇએ કે વેક્સિનેશનની પ્રક્રિયા હકીકતે કેવી રહેશે ?

Why Parents Aren't Vaccinating Their Kids, According to New Study - ABC News

વેક્સિનેશનની પ્રક્રિયા અને શરુઆતમાં રાજ્યમાં ચાર લાખથી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. સાથે સાથે છ લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન અપાશે. આપને જણાવી દઇએ કે, કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓનો રસીકરણમાં અગ્રક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે. 16 હજારથી વધુ વેક્સિનેટર્સને રસીકરણ માટે તાલીમ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, અતી જટીલ અને  ઇમર્જન્સી યુઝ હોવાનાં કારણે તમામ વેક્સિનેટર્સને રસી કેવી રીતે આપવી તે અંગે તાલીમ અપાઇ છે.

Co-Win app for Covid-19 vaccination: Here's how to register yourself |  India News

વેક્સીન સ્ટોરેજ માટે છ વિભાગીય ડેપોનું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉપરાંત વેક્સિનેશન સ્થળે મુખ્ય ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, વેક્સિનેશન સ્થળે એક વેઈટિંગ રૂમ હશે, એક વેક્સિન રૂમ ઉભો કરાયો છે અને રસી લીધા બાદ રેસ્ટ લેવા માટે ઓબ્ઝર્વેશન રૂમમાં રહેવું પડશે તો ઓબ્ઝર્વેશન રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

Not Throwing Away My Shot—An Economic Look at Vaccination | Engage TU

રાજ્યમાં ઉભા કરવામાં આવેલા 6 રીજીઓનલ ડેપોથી રસીનાં ડોઝ જિલ્લાઓમાં મોકલી અપાયા છે. વેક્સિનેસન માટે ખાસ કો-વિન સોફ્ટવેર પણ તૈયાર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર ઝોનને ડોઝ અપાયા છે. એક સાથે 287 સ્થળોએથી વેક્સિન અપાશે.

Routine Vaccination During the COVID-19 Outbreak | CDC

પ્રથમ તબક્કામાં દેશમાં 3 કરોડને વેક્સિન અપાશે. દેશભરમાં 3 કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે. બીજા તબક્કામાં 50 કે તેથી વધુ ઉંમરનાને રસી અપાશે. 50થી ઓછી ઉંમરના પણ અન્ય બિમારી ધરાવનારાને રસી અપાશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…