Jamnagar-CM/ જામનગરમાં ભારે વરસાદ બાદ તંત્રથી લોકો ત્રાહિમામઃ સીએમ પોતે દોડી આવ્યા

જામનગરમાં ભારે વરસાદના પગલે Peoples Anger સ્થિતિ એટલી બગડી ગઈ કે છેવટે લોકોનો આક્રોશ ઠારવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલે પોતે આવવું પડ્યુ છે.

Top Stories Gujarat
Jamnagar CM જામનગરમાં ભારે વરસાદ બાદ તંત્રથી લોકો ત્રાહિમામઃ સીએમ પોતે દોડી આવ્યા

જામનગરઃ જામનગરમાં ભારે વરસાદના પગલે Peoples Anger સ્થિતિ એટલી બગડી ગઈ કે છેવટે લોકોનો આક્રોશ ઠારવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલે પોતે આવવું પડ્યુ છે. જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ડૂબી જવાથી છ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. અહીં તો હાલત એવી થઈ ગઈ છે 4થી 5 ઈંચ પાણી તો લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. જન જીવનને ભારે અસર પહોંચી છે. દરમિયાનમાં અધિકારીઓથી માંડીને નેતાઓને પણ લોકો ઉગ્ર સ્વરે ખખડાવવા લાગ્યા હતા. તેવા સંજોગોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી હતી. અહીં તેઓ અસગ્રસ્તો વચ્ચે ગયા હતા.

જામનગરમાં અવિરત વરસાદ બાદ અસરગ્રસ્તોમાં Peoples Anger હાહાકાર મચી ગયો છે. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોના ઘરોમાં ચાર થી પાંચ ઇંચ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સવારે અસરગ્રસ્તોએ વહીવટીતંત્ર સામે મોરચો ખોલી રોડ બ્લોક કરી દીધો હતો. તેમને સમજાવવા માટે આગેવાનો અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અસરગ્રસ્તોને મળવા જામનગર આવ્યા છે. તેમણે જામનગરમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા.

જામનગરના તંત્રને ત્યારે તો શરમ આવી જ હશે Peoples Anger જ્યારે મુખ્યમંત્રીનો કાફલો જે રસ્તેથી પસાર થયો તે રસ્તા પાસે ગંદકી અને બિસ્માર હાલત જોઈ ગયા હશે. મુખ્યમંત્રીની જામનગરની મુલાકાત બીજું કશું તતો નહી પણ લોકોને હૈયાધારણ તો ચોક્કસ આપી ગઈ છે કે અમારા પડખે કોઈ છે. અમારી કોઈ તકેદારી લેનાર નથી તેવું જરા પણ નહી લાગે.  મુખ્યમંત્રીની મુલાકાત પછી જામનગરમાં અસરગ્રસ્તોનો ગુસ્સો થાળે પડ્યો હતો અને પછી અફસોસની લાગણી રહી હતી. તેના પગલે સ્થાનિક ધારાસભ્યોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

 

આ પણ વાંચોઃ UP-Conductor/ દિલ્હી મેટ્રો પછી હવે ઉત્તરપ્રદેશમાં પબ્લિક બસમાં કંડકટર વાંધાજનક સ્થિતિમાં ઝડપાયો

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ સીએમ ન સહી તો ડેપ્યુટી સીએમ હી સહીઃ અજિત પવારનો નવો દાવ

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપઃ પવારની એનસીપી તૂટી, અજીત પવાર જોડાશે શિંદે સરકારમાં

આ પણ વાંચોઃ Letter Bomb/ છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણ પર પડ્યો ભાજપના સાંસદનો લેટરબોમ્બ

આ પણ વાંચોઃ Mayawati’s Big Statement/ માયાવતીનું મોટું નિવેદન ‘BSP યુનિફોર્મ સિવિલ કોડની વિરુદ્ધ નથી, પરંતુ ભાજપની પદ્ધતિ ખોટી છે’