Rajkot/ રાજકોટમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ : 18 વોર્ડમાં 784 એ દાવેદારી નોંધાવી, સૌથી વધુ વોર્ડ નંબર 8માં 62

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે શહેરના 18 બોર્ડની 72 બેઠકો પર ચૂંટણી લડવા માટે ભાજપમાંથી 784 દાવેદાર એપક સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપના

Gujarat
1

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે શહેરના 18 બોર્ડની 72 બેઠકો પર ચૂંટણી લડવા માટે ભાજપમાંથી 784 દાવેદાર એપક સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે. ભાજપના 12 આગેવાનો અલગ અલગ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છુકોની સાથે પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. દરેક વોર્ડમાં જવાબદારીની વહેંચણી કરવામાં આવી હતી, તે પ્રમાણે તમામ કાર્યકર્તાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયામાંથી 784 માંથી 72 પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે. મનપાના18 વોર્ડ 62 દાવેદારોએ માં સૌથી વધુ પોતાની દાવેદારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 11 35 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આજની સેન્સ પ્રક્રિયા અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ સામાજિક અંતર ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાંથી ઘણા લોકોએ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા.

Arvalli / અહીં વહી રહી છે ઉંધી ગંગા, ભાજપના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શરૂ થાય તે પહેલા ચૂંટણીનો માહોલ જેવો ગરમાવો રાજકોટમાં જોવા મળી રહ્યો છે.છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એનસીપી સહિત ચાર પક્ષો પોતપોતાના દાવેદારોને ટિકિટ મળે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવતા જોવા મળી રહ્યા હતા. ભાજપ દ્વારા આજે ચાર સ્થળો પર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 1,2,3અને 7 દાવેદારોને પુષ્પદાન ગઢવી, ગીરીશભાઈ .જાગૃતિબેન પંડ્યા સાંભળી રહ્યા હતા.શહેરના હરિહર હોલ ખાતે વોર્ડ નંબર 8,9,10,11 તથા 12ના દાવેદારોએ પોતાની ટિકિટ મળે તે માટે મહેન્દ્રસિંહ સરવૈયા, દિલોપ ત્રિવેદી તેમજ આદ્યશક્તિ મજુમદાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રાણીંગા વાડી ખાતે બાબુભાઈ બોખીરીયા ભરતસિંહ ગોહિલ અને બીજલ પટેલ વોર્ડ નંબર 13 14, 15, 16 અને 17 તથા 18ના કાર્યકરોને સાંભળી રહ્યા હતા.

1
2

Political / BJP – RSS ના લોકો દેશમાં નફરત ફેલાવવાનું કરી રહ્યા છે કામ : રાહુલ ગાંધી

જ્યારે પટેલ વાડી ખાતે નરહરિ અમીન, માધા બોરીચા, નિમુબેન બાંભણિયા વોર્ડ નંબર 4, 5, 6 અને 15ના દાવેદારોને સાંભળી રહ્યા હતા.જ્યારે પૂર્વ મેયર બીનાબેન આચાર્ય જણાવ્યું હતું કે ભાજપમાં વ્યક્તિગત ઈચ્છા ન હતી પાર્ટી જ નિર્ણય કરશે તે આખરી રહેશે તેમજ ટિકિટ કરવાની વાતને લઈને શહેર પ્રમુખ કમલેશ મીરાણી જણાવ્યું હતું કે એક વ્યક્તિ એક મુદ્દા અંગે પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય કરશે તે આવકાર્ય છે. તેમજ તેઓએ ત્યારે મારું નથી પક્ષનો નિર્ણય શિરોમાન્ય છે તેવું જણાવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…