જાહેરાત/ રાજયમાં હેડ કલાર્કની રદ થયેલી પરીક્ષા 20 માર્ચના રોજ યોજાશે

રાજ્ય સરકાર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ પરીક્ષા તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

Top Stories Gujarat
Untitled 2 8 રાજયમાં હેડ કલાર્કની રદ થયેલી પરીક્ષા 20 માર્ચના રોજ યોજાશે

ગુજરાતમાં આજ કાલ મોટા ભાગની પરીક્ષાઓ માં કોભાડ જોવા મળી રહ્યા છે . ત્યારે હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ પરીક્ષા રદ્દ કરવામાં આવે અને ગુનેગારોને કડક સજા થાય તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવ્યા બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકાર વતી પરીક્ષા રદ્દ કરી હોવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:ગાંધીનગર / ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ નોંધાઈ વધુ એક નવી ફરિયાદ, ગેરકાયદેસર રીતે જમીન પચાવી…

રાજ્ય સરકાર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ પરીક્ષા તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના 88 હજાર પરિવારોને ન્યાય મળે અને ખરેખર તનતોડ મહેનત કરનાર ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં લેતા હવે આ પરીક્ષા આગામી  20માર્ચ ના  રોજ યોજાશે. પેપરલીકના કારણે ડિસેમ્બરમાં રદ થઇ હતી પરીક્ષા
GSSSBની રદ થયેલી પરીક્ષા  ફરીથી લેવાશે:.

રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈન આવતી કાલે સવારે પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે હવે ગુજરાત સરકાર દ્વારા નવી કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. ત્યારે હવે સરકાર દ્વારા વધુ નિયંત્રણો લગાવવામાં આવશે કે પછી છૂટછાટ આપવામાં આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. અત્યારની ગાઇડલાઇન પ્રમાણે 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અમલી છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ છે. રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ  4 ફેબ્રુઆરી સુધી છે. ગત વખતે ગુજરાત સરકારે જૂની ગાઇડલાઇનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.

આ પણ વાંચો:ગાંધીનગર / ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ નોંધાઈ વધુ એક નવી ફરિયાદ, ગેરકાયદેસર રીતે જમીન પચાવી…