અરવલ્લી/ અમદાવાદ જઈ ભંગાર વીણી દિવસો વિતાવતો હતો ;મોડાસા થી ગુમ થયેલ બાળકે જણાવી આપવીતી

અમદાવાદમાં બાળકે ભંગાર વીણી અને તે વેચી પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. ત્યાર બાદ તે પાંચ મહિના બાદ ડમ્પર માં બેસી પરત આવ્યો હતો.

Top Stories Gujarat Others
અરવલ્લી અમદાવાદ જઈ ભંગાર વીણી દિવસો વિતાવતો હતો ;મોડાસા થી ગુમ
  • ધનસુરા પોલીસે ગુમ બાળક ને પરિવારજનો ને સોંપ્યું

રાજ્યમાં અવારનવાર બાળકો ગુમ થવાના કિસ્સા બનતા રહે છે. જેમાં ઘણી વાર બાળક મળી આવે છે તો ઘણી વાર બાળકો નથી પણ મળતા. રાજ્યના અરવલ્લી જિલ્લામાંથી પાંચ મહિના અગાઉ ગુમ થયેલું આશરે 14 વર્ષની ઉમરનું બાળક હાલમાં મળી આવ્યું છે. આ બાળકે આ પાંચ મહિના દરમિયાન પોતાની સાથે ઘટેલી આપવીતી મંતવ્ય ન્યૂઝ સાથે શેર કરી હતી.

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાંથી અંદાજે 5 મહિના અગાઉ ગુમ થયેલ બાળક ધનસુરા પોલીસને બસ સ્ટેશન નજીકથી મળી આવ્યું છે. ધનસુરા PI ડી ડી રાઠોડ અને PSI કે એન મનાત અને પોલીસ ટીમ દ્વારા આ લાપતા બાળકનું તેના માતાપિતા અને પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

બાળકે મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ સાથે વાતચીત દરમ્યાન આ પાંચ મહિના દરમિયાન તેની સાથે બનેલી ઘટનાઓ વર્ણવી હતી. આપવીતી જણાવી હતી અને તેની ઉંમર 14 વર્ષ ની છે અને તે મોડાસા માં આવેલ સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં રહેતો હતો. બાળકના પિતાનું મૃત્યુ થયું હતું. અને તેના સગાના ઘરે મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં રહેતો હતો.

ઘરેથી ચાલતો નીકળી ગયો હતો અને ચાલીને તે અમદાવાદ પહોંચ્યો હતો.અમદાવાદમાં બાળકે ભંગાર વીણી અને તે વેચી પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. ત્યાર બાદ તે પાંચ મહિના બાદ ડમ્પર માં બેસી પરત આવ્યો હતો. એ ધનસુરા બસ સ્ટેશન નજીક બેસી રહ્યો હતો તે દરમ્યાન ધનસુરા પોલીસ મથકની ટીમે તેની પૂછ પરછ કરી હતી. પોલોસ મથકે લાવી બાળકના સગા સબંધીઓને બોલાવી તેમને સોંપ્યો હતો. સગા સબંધીઓએ ધનસુરા પી આઈ ડી ડી રાઠોડ અને પી એસ આઈ કે એન મનાત અને પોલીસ સ્ટાફ નો આભાર માન્યો હતો.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..