વલસાડ/ વાપીના આ વ્યક્તિએ 5 લોકોને આપ્યું જીવનદાન

વાપીના મુરલી નાયક નામના વ્યક્તિએ જીવનની અંતિમ ક્ષણોમાં પોતાના અંગોનું દાન કરીને 5 લોકોને જીવનદાન આપ્યું છે

Top Stories Gujarat
વાપીની હરિયા હોસ્પિટલમાં બ્રેઈન ડેડ મુરલીનું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં પણ અંગદાનની પ્રક્રિયાને ધીમી ગતિએ વેગ મળી રહ્યો છે. મેડીકલ સાયન્સની પ્રગતિએ અનેક લોકોને જીવનદાન આપી રહી છે. ત્યારે આમ વધુ એકનો વધારો થયો છે. વાપીના મુરલી નાયક નામના વ્યક્તિએ જીવનની અંતિમ ક્ષણોમાં પોતાના અંગોનું દાન કરીને 5 લોકોને જીવનદાન આપ્યું છે. વાપીની હરિયા હોસ્પિટલમાં બ્રેઈન ડેડ મુરલીનું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મુરલી નાયરની બે આંખો, લીવર અને કીડનીનું દાન કરવામાં આવ્યું હતું.

આ અંગદાનના કારણે પોલીસે વાપીની હરિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો. જે અંતર્ગત તેને માત્ર ચાર કલાકમાં વાપીથી અમદાવાદ પહોંચાડવામાં આવી હતી. અંગદાન સમયે, પરિવારે મુરલીને ભીની આંખો સાથે વિદાય આપી. અમદાવાદ ઉપરાંત તેમના અંગો નવસારી ખાતે પણ ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા.

અંગોનું દાન કરનાર પરિવારજનોએ સ્વજનોના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. પરંતુ તેમણે એ વાતનો સંતોષ પણ વ્યક્ત કર્યો હતો કે તેમના સ્વજનોએ દુનિયામાંથી વિદાય લેતા પહેલા પાંચ લોકોને નવું જીવન આપ્યું છે. વાપીની હરિયા હોસ્પિટલમાંથી મુરલી નાયરની બે આંખોનું નવસારીના દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા અને 3 દર્દીઓને કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે નિષ્ણાંત તબીબોની ટીમ ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ જવા રવાના થઈ હતી અને પોલીસનું સંપૂર્ણ આદર સાથે પેટ્રોલિંગ અને પાયલોટીંગ સાથે અંગોને વાપીથી રવાના કરવામાં આવ્યા હતા.

National/ AAPનો દાવો, જમ્મુમાં પાર્ટી સાથે જોડાયા 50 હજાર લોકો, ચૂંટણીની મોટી તૈયારીઓ

રાજકીય/ હાર્દિક, અનંત, જિગ્નેશ – યુવા ‘મિત્રો’ની ત્રિપુટી ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા  મક્કમ

Covid-19 Update/ ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, બે વર્ષની સરખામણીમાં સૌથી વધુ કેસ, યુકેમાં 50 લાખ સંક્રમિત હોવાનો અંદાજ

OMG! / ‘એમ્નીયોટિક સેક’ સાથે જન્મેલી જોડિયા છોકરીઓ, તેમનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ફરી કુદરતના ખોળે / ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….