police complain/ કોરોનાકાળમાં ફરીથી ગુજરાતી ગાયીકા કિંજલદવેનાં કાર્યક્રમમાં મેદની એકઠી થતાં ચાર સામે ગુનો દાખલ

કોરોનાકાળમાં કોવિડની ગાઈડલાઈન અન્વયે  કડક નિયમના પાલનને લઈને સૌથી વધારે આમ આદમી પિટાયો છે જ્યારે મોટા મોટા કલાકારો અને નેતાઓએ છડેચોક ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હોવા છતાં તેની સામે પગલાં લેવામાં

Top Stories India
kinjal dave કોરોનાકાળમાં ફરીથી ગુજરાતી ગાયીકા કિંજલદવેનાં કાર્યક્રમમાં મેદની એકઠી થતાં ચાર સામે ગુનો દાખલ

કોરોનાકાળમાં કોવિડની ગાઈડલાઈન અન્વયે  કડક નિયમના પાલનને લઈને સૌથી વધારે આમ આદમી પિટાયો છે જ્યારે મોટા મોટા કલાકારો અને નેતાઓએ છડેચોક ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હોવા છતાં તેની સામે પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આમ આદમીના ગણગણાટ વચ્ચે આજે પોલીસે ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે ના કાર્યક્રમમાં ભીડ એકથી થવા માટે જવાબદાર ચાર આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગુજરાતમાં કોરોના હજુ ગયો નથી એ રાજ્યમાં નોંધાતા કેસના સરકાર દ્વારા અપાતા આંકડાના આધારે કહી શકાય છે. ત્યારે ચૂંટણીની રેલીઓ અને સામાજિક પ્રસંગોમાં કોરોનાને નજરઅંદાજ કરાય છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં એક કાર્યક્રમમાં ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ ભીડ એકઠી કરી હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. જેથી પોલીસ સ્ટેજ ચાલતો હતો ત્યાં દોડી ગઈ હતી અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. જેના વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયા છે. કાર્યક્રમ યોજનાર ચાર આયોજકો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.અગાઉ ડીસાના એક સરઘસમાં કિંજલ દવે હાજર રહી હતી અને લોકોના ટોળા ઉમટ્યા હતા.

kin 1 કોરોનાકાળમાં ફરીથી ગુજરાતી ગાયીકા કિંજલદવેનાં કાર્યક્રમમાં મેદની એકઠી થતાં ચાર સામે ગુનો દાખલ

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈડરના રોઝવેલી બંગ્લોઝમાં કિંજલ દવેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હતો પરંતુ ભીડ વધારે એકઠી થતાં ઈડર પોલીસે રેડ કરી હતી અને કાર્યક્રમને અધવચ્ચે બંધ કરાવ્યો હતો. રાતના સાડા અગિયાર વાગ્યના અરસામાં પેટ્રોલિંગ કરતી પોલીસે રોજવેલી બંગ્લોઝ તરફના રોડ પર લોકોની અવરજવર હતી અને લોકોનો મેળાવડો જામ્યો હતો. મકાનના બુકિંગ માટે રાખવામાં આવેલા મેળાવડામાં કિંજલ દેવનો લાઈવઈન કન્સર્ટ ચાલતો હતો. તેના માટે આયોજકોએ કોઈ મંજૂરી લીધી ન હતી. હાલ કોરોના મહામારી વચ્ચે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. તેથી આયોજકો વિરૂધ્ધ ફરિયાદ નોધી હતી.

Election / રાજકોટમાં આમ આદમી પાર્ટીએ આ આમ મહિલાઓને ટિકિટ આપી નવો ચીલો ચાતર્યો

kin2 કોરોનાકાળમાં ફરીથી ગુજરાતી ગાયીકા કિંજલદવેનાં કાર્યક્રમમાં મેદની એકઠી થતાં ચાર સામે ગુનો દાખલ

Political / ટેલિકોમ સેક્ટર માટે PLI ને મળી કેબિનેટની મંજૂરી

રાજ્યમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ઈડરની રોઝવેલીમાં યોજાયેલા બુકિંગ દરમિયાનના કાર્યક્રમમાં લોકગાયિકા કિંજલ દવેના કાર્યક્રમમાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવીનો ભય રહેલો હોવાથી પોલીસે રેડ કરી હતી. ત્યાં પોલીસને મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં હોવાનું જણાયું હતું. ઉપરાંત ત્યાં હાજર લોકોએ કોરોના કાળમાં માસ્ક પણ ન પહેર્યા હોવાથી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લો ભંગ કર્યો હતો. તેથી ઈડર પોલીસે જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005ની કલ 5 1 (બી) અને એપેડેમિક ડિસિઝ એક્ટની કલ 3 મુજબ.અંકિત નાયી (ઉ.વ. 27) રહેઠાણ મડાણા ગઢ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા,મયંક પ્રજાપતિ, (ઉ.વ. 26) રહેઠાણ વડિયાવીર તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા,ભાવેશ રાઠોડ (ઉ.વ. 26) રહેઠાણ ટીંબાચોડી, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા,યજ્ઞેશ પટેલ (ઉ.વ. 24) રહેઠાણ સુંઢીયા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા ચાર આયોજકો સામે ફરિયાદ નોંધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…