Kutch/ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાત વીન્ડ પાવર પ્રોજેકટ નિર્ધારિત સમય કરતાં 5 માસ પહેલાં કાર્યરત કર્યો

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાત વીન્ડ પાવર પ્રોજેકટ નિર્ધારિત સમય કરતાં 5 માસ પહેલાં કાર્યરત કર્યો

Gujarat Others
high court 15 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ગુજરાત વીન્ડ પાવર પ્રોજેકટ નિર્ધારિત સમય કરતાં 5 માસ પહેલાં કાર્યરત કર્યો

1 વર્ષમાં નિર્ધારીત સમય પહેલા પૂરો થનારો પાંચમો પ્રોજેક્ટ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની પેટા કંપની અદાણી વીન્ડ એનર્જી કચ્છ થ્રી લિમિટેડે દ્વારા કચ્છમાં 100 મેગાવોટનો વીન્ડ પાવર પ્લાન્ટ  નિર્ધારિત સમય કરતાં 5 માસ પહેલાં કાર્યરત કર્યો છે. છેલ્લાં 12 માસમાં નિર્ધારિત સમય પહેલાં કાર્યરત કરવામાં આવેલો આ પાંચમો રિન્યુએબલ પાવર પ્રોજેકટ છે. આ પ્લાન્ટ સોલાર એનર્જી કોર્પેરેશન ઓફ ઈન્ડીયા સાથે Rs. 2.82 કિલોવોટ પ્રતિ કલાકનાં દરથી 25 વર્ષ માટે વીજ ખરીદીનો કરાર ધરાવે છે.

 આ પ્લાન્ટ કાર્યરત થતાં કંપનીની કાર્યરત વીન્ડ પાવર જનરેશન ક્ષમતા 497 મેગાવોટ થઈ ગઈ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ તેને એવોર્ડ કરાયેલી અને અમલીકરણના વિવિધ તબક્કામાં રહેલી 11,470 મેગાવૉટની ક્ષમતા સહિત કુલ 14,815 મેગાવૉટની રિન્યુએબલ  ક્ષમતા ધરાવે છે, આ પ્રોજેકટ સાથે કંપનીએ કોવિડ-19 મહામારી છતાં, છેલ્લા 12 માસમાં તેની  કુલ રિન્યુએબલ ક્ષમતામાં 800  મેગાવૉટનો ઉમેરો કર્યો  છે.

અન્ય તમામ એસેટસની જેમ નવા કાર્યરત કરાયેલા પ્લાન્ટનુ વ્યવસ્થાપન  અદાણી ગ્રુપની ‘ઈન્ટેલીજન્ટ  એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર’ પ્લેટફોર્મ  દ્વારા કરવામાં આવશે. તેનાથી એજીઈએલને  સંપૂર્ણ સેન્ટ્રાલાઈઝ વિઝિબીલીટી  અને તેની રિન્યુએબલ એસેટસનુ સમગ્ર  દેશમાં  વ્યવસ્થાપન કરવાનુ શકય બને છે. અદાણી ગ્રીન  એનર્જી લિમિટેડ તેના એક પછી એક પ્રોજેકટ મારફતે પર્યાવરણલક્ષીતા  સાથે આર્થિક વિકાસનો ઉદ્દેશ પાર પાડવાની સાથે સાથે રોજગારીનુ નિર્માણ કરવાનુ ચાલુ રાખી રહી છે..