Not Set/ મોડાસામાં યુવતીનાં મોતનો મામલો/ CID ક્રાઈમની ટીમે આરોપીઓનો કબજો લીધો

મોડાસાની સાયરા ગામની યુવતીના મોત ની તપાસ હવે CID  ક્રાઈમ પાસે છે. ગાંધીનગર CID  ક્રાઈમની ટીમ મૃતક યુવતીનાં ઘરે અને જ્યાંથી યુવતીની લાશ મળી હતી. તે તમામ સ્થળોની જાત મુલાકાત લઈને ફરીથી તપસ હાથ ધરી છે. ત્યારે CID ક્રાઈમ દ્વારા ત્રણેય આરોપીઓનો કબજો  લેવામાં આવ્યો છે. 3 આરોપીઓનું ફરી મેડિકલ ચેકઅપ કરાવાયું છે. આજે ત્રણેય […]

Gujarat Others
MODASA DEATH મોડાસામાં યુવતીનાં મોતનો મામલો/ CID ક્રાઈમની ટીમે આરોપીઓનો કબજો લીધો

મોડાસાની સાયરા ગામની યુવતીના મોત ની તપાસ હવે CID  ક્રાઈમ પાસે છે. ગાંધીનગર CID  ક્રાઈમની ટીમ મૃતક યુવતીનાં ઘરે અને જ્યાંથી યુવતીની લાશ મળી હતી. તે તમામ સ્થળોની જાત મુલાકાત લઈને ફરીથી તપસ હાથ ધરી છે.

ત્યારે CID ક્રાઈમ દ્વારા ત્રણેય આરોપીઓનો કબજો  લેવામાં આવ્યો છે. 3 આરોપીઓનું ફરી મેડિકલ ચેકઅપ કરાવાયું છે. આજે ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા હોઈ CID ક્રાઈમની ટીમ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. અને આગળની કાર્યવાહી હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે, પીડિતાના મોત મામલે આરોપી જીગર સાથે મૃતક પીડિતાના શારીરિક સબંધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. તો પીડિતાના પરિવારની માંગણી બાદ પીડિતાના મોતના મામલામાંથી અરવલ્લી પોલીસને હટાવીને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને તાપસ સોંપી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,  ઘણાં બધા રાજકીય અને બિન રાજકીય સંગઠનો પણ આ યુવતી માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.  યુવતીને ન્યાયની માંગણી સાથે ગાંધીનગર ખાતે મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.  DGP શિવાનંદ ઝાએ મોડાસાના PI એન.કે.રબારીને સસ્પેન્ડ કર્યા હતા. અને આ કેસની તપાસ પણ CID  ક્રાઈમને સોંપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.