ગુજરાત/ વઢવાણ સંચાલિત વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સંસ્થા દ્વારા કોવિડ દર્દીઓ અને તેમના સ્વજનો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરાઈ

મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં kovid કેર સેન્ટરમાં દર્દીઓને આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે બે ટાઈમ ભોજન અને મોસંબી લીંબુ અને ફ્રુટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે…

Gujarat Others
123 112 વઢવાણ સંચાલિત વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સંસ્થા દ્વારા કોવિડ દર્દીઓ અને તેમના સ્વજનો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરાઈ

@દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

આજે રાજ્યમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. દરરોજ હોસ્પિટલમાં મોટી સંખ્યમાં લોકો સારવાર લેવા પહોંચી રહ્યા છે. પરંતુ તેમને જોઇતી સારવાર મળી રહી નથી. રોજ મોટી સંખ્યામાં લોકોનાં મોત પણ થઇ રહ્યા છે. ત્યારે ઘણા એવા લોકો પણ છે કે, જેઓ તેમના સ્વજનને લઇને દાખલ કરવા આવે છે પણ તે પોતે પૂરતી વ્યવસ્થાઓ ન હોવાના કારણે હેરાન પરેશાન થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે આવેલી સિવિલ ગાંધી હોસ્પિટલમાં આવનારા દર્દીઓ અને તેમના સ્વજનો માટે અનેક સંસ્થાઓ અને સેવાભાવીઓ આગળ આવ્યા છે.

કોરોનાનો તરખાટ: માંગરોળ અને ઉમરપાડાના છાત્રાલય ફેરવાયા કોવિડ કેર સેન્ટરમાં

આપને જણાવી દઇએ કે, સુરેન્દ્રનગરની સિવિલ ગાંધી હોસ્પિટલમાં અંદાજે 120 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અનેક સંસ્થાઓ અને સેવાભાવીઓ દ્વારા દર્દીઓને અને તેમની સાથે આવેલા સ્વજનો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરાઇ છે. વઢવાણનાં શિક્ષિત સેવાભાવી મહિલા અગ્રણી પન્નાબેન પટેલ દ્વારા સંચાલિત સંસ્થાનાં સેવાભાવીઓ કોરોનાની મહામારીમાં હોસ્પિટલ પહોંચીને દર્દીઓને તથા તેમની સાથે આવેલા સ્વજનોને પણ ભાવતુ ભોજન પૂરું પાડવાની સેવાકીય કામગીરી કરી રહ્યા છે.

લાચાર વેપારીઓની વ્યથા: હવે દુકાન અડધો કલાક પણ બંધ રાખી શકીએ તેવી સ્થિતિ નથી, કારણકે …

આ સંસ્થાનાં સેવાભાવીઓ દ્વારા સવારે અને સાંજે મોસંબી લીંબુનું પેકેજ બનાવી વિતરણ કરાય છે. જ્યારે બપોરે અને સાંજે હોસ્પિટલ બેઠા ભોજન પૂરું પાડીને સેવા પ્રવૃત્તિની ચેઈનને આગળ ધપાવી રહ્યા છે. આ સંસ્થાનાં સેવાભાવીઓ દ્વારા ગાંધી સિવિલ હોસ્પિટલ ઉપરાંત ટીબી હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ભોજન ફ્રુટ ઉપરાંત માસ્ક અને સેનીટાઇઝરની નિ:શુલ્ક મદદ કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં વઢવાણની આ સંસ્થા અને તેના સેવાભાવીઓ ખરા અર્થમાં કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યા છે. દર્દીઓ આ તેમની સેવા પરમો ધર્મની ભાવનાને નત મસ્તક સલામ કરી રહ્યા છે.