કોરોના ની બીજી લહેરે ગુજરાત રાજ્યમાં તરખાટ મચાવ્યો છે ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા મહીસાગર જિલ્લા ની હાલત પણ ઘણી કફોડી બની છે મહિસાગર જિલ્લાના લુણાવાડાના મલેકપુર પીએચસી સેન્ટર માં ટેસ્ટિંગ કીટ ખૂટી પડી છે.
લુણાવાડાના મલેકપુર પીએચસી સેન્ટર માં કોરોના ટેસ્ટિંગ કીટ ખૂટી પડતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લુણાવાડાના મલેકપુર સેન્ટરમાં આસપાસના વડગામના દર્દીઓ પોતાની સારવાર માટે આવે છે. દૂર દૂરથી આવેલા આ દર્દીઓને કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે અને છેવટે વીલા મોઢે પાછું ફરવું પડે છે.
મલેકપુર પીએચસી સેન્ટર માં માત્ર ૩૦ જેટલી ટિકિટો આવી રહી છે. જેના કારણે અન્ય દર્દીઓને નિરાશ થઈ પાછું જવું પડી રહ્યું છે. ઘણા બધા દર્દીઓ કોરોના ના લક્ષણો હોવા છતાં પણ કિતના અભાવે પોતાનો ટેસ્ટ કરાવી શકતા નથી. અને વ્યવસ્થિત રીતે ટેસ્ટ નહીં થવાના કારણે આવા લોકો અન્ય લોકો માં કોરોના નું સંક્રમણ ફેલાવી રહ્યા છે. અને જેના કારણે જિલ્લામાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
જીલ્લામાં નોધાયેલા કેસની વિગતો
જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨૧ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૪૮ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૬૯ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૨૧૧૧૩૩ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૫૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૪ દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, લુણાવાડા ખાતે, ૧૦૭૨ દર્દી હોમઆઇસોલેશનમાં, ૭૦ દર્દી એસ.ડી.એસ. સંતરામપુર ખાતે, ૮૨ દર્દી અન્ય જિલ્લા ખાતે અને ૨૭૦ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ, મહીસાગર ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૩૨૩ દર્દીઓ સ્ટેબલ, ૧૯૧ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે.