Ahmedabad/ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક દિવસમાં જ 3 ફરિયાદ, 10 લોકો સામે નોંધાયો ગુનો

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ લગાવતા અધિનિયમ એટલે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ 2020 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં એક સાથે 3

Top Stories Gujarat
land grabing act લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક દિવસમાં જ 3 ફરિયાદ, 10 લોકો સામે નોંધાયો ગુનો

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ લગાવતા અધિનિયમ એટલે કે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટ 2020 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં એક સાથે 3 અલગ અલગ વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. ઝોન – 7, એલિસબ્રિજ અને સરખેજમાં 2 , ઝોન – 1 માં સોલા પોલીસે 1 ફરિયાદ નોંધી હોવાની વિગતો સામે આવે છે. ઘાટલોડિયાની જમીન પચાવી પાડવા મામલે 6 શખ્સો સામે સોલામા ફરિયાદ નોંધાઈ છે. સરખેજ અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આમ જોવામાં આવે તો અમદાવાદમાં એક જ દિવસમાં એક સાથે 3 ફરિયાદમાં 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે બોપલના પ્રણવ શેઠ નામના વેપારીની સરખેજ વિસ્તારની જમીનમાં અહેમદ અલ્લારખ્ખા પટેલ નામના આરોપીએ ગેરકાયદેસર કબજો કરી જમીન રહેણાંકના ઝોન-૧ માં આવતી હોવા છતાં તેના ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી શીતલ એસ્ટેટના નામે ગોડાઉન દુકાનો બનાવી વેચાણ તથા ભાડેથી આપી આર્થિક લાભ મેળવી તેમ જ આગળના ભાગે મસ્જિદ બનાવી ગેરકાયદેસર રીતે માલિકીની કિંમતની જમીન પચાવી પાડવાના ઈરાદે કબજો કરી લેતા ગુનો દાખલ કર્યો હતો. આ કામનાં ગુનાના આરોપી અહેમદ અલારખા પટેલની સરખેજ પોલીસે ધરપકડ કરી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ઝોન સાત હેઠળના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં પણ આ જ કાયદા અનુસાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પાંજરાપોળ સંસ્થા ની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી લેવા બાબતે ગુનો નોંધાયો છે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટ હેઠળ બીજી એલીસબ્રિજ વિસ્તારમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આંબાવાડી પોલીટેકનીક કોલેજની સામે આવેલી પાંજરાપોળની જમીનનો અમુક ભાગ પર ગેરકાયદેસર કબ્જો જમાવી આર્થીક લાભ મેળવવા માટે વિરલ દેસાઈ, વિપુલ દેસાઈ અને બચુ ચુનારા નામનાં 3 શખ્સો સામે એલીસબ્રિજ પોલીસે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે..નવા કાયદા મુજબની ફરિયાદની આગળની તપાસ જે-તે ડિવિઝનનાં એસીપી દ્વારા કરાશે..

ત્રીજી ફરિયાદ સોલામાં નોંધાઈ છે, જેમાં છારોડીનાં રેવન્યુ તલાટીએ એસજી હાઈવેની બન્ને તરફ આવેલી જમીનમાં 6 જેટલા આરોપીઓએ ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરનારા 6 શખ્સો સામે ફરપિયાદ નોઁધાવી છે. 6 આરોપીઓમાં નાથાજી રમતાજી, જાલમજી રમતાજી, લક્ષ્મણજી રમતાજી, રાજાજી રમતાજી, અશોક રાજાજી અને લાલાજી રાજાજી નામનાં શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

જુઓ પ્રથમ ફરિયાદ મામલે સંપૂર્ણ વીડિયો અહેવાલ –  લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમદાવાદમાં પ્રથમ ફરિયાદ | land grabbing | Ahmedabad

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…