Rajkot/ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 40 દિવસ મહેમાન બનેલા ત્રણ સિંહો પુરાયા પાંજરે, હાશકારો

રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વનરાજાઓનો ત્રાસ વધ્યો હતો. 40 દિવસથી રાજકોટના સીમાડામાં ધામા નાખેલા ત્રણ સિંહોને આજે રેસ્ક્યુ કરીને વહેલી સવારે ફોરેસ્ટ વિભાગની

Top Stories Gujarat
1

રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વનરાજાઓનો ત્રાસ વધ્યો હતો. 40 દિવસથી રાજકોટના સીમાડામાં ધામા નાખેલા ત્રણ સિંહોને આજે રેસ્ક્યુ કરીને વહેલી સવારે ફોરેસ્ટ વિભાગની નર્સરીમાં લઈ જવામાં આવ્યા હતા. રાજકોટના આસપાસના વિસ્તારોમાં સિંહોની ડણક સંભળાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો, આ ત્રણ સિંહોએ 40 દિવસમાં 45થી વધુ પશુઓનું મારણ કર્યું છે. તેની વચ્ચે આજે આ ત્રણ સિંહોને પાંજરે પુરવામા વનવિભાગને સફળતા પ્રાપ્ત થઇ છે. આ ત્રણેય સિંહોને રેસ્ક્યુ કરીને અલગ-અલગ પાંજરામાં પૂરવામાં આવ્યા છે. જેથી સ્થાનિકોમાં પણ હાશકારો જોવા મળ્યો હતો.

Political / કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવતુ જીલ્લા ભાજપ, આટલાં…

આ અંગે વનવિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીરના જંગલના ત્રણ સિંહોનું ટોળું સૌપ્રથમ રાજકોટ જિલ્લાના વિસનગરમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ હલેન્ડા ત્રંબા અને કોટડાસાંગાણી પંથકમાં પણ આ સિંહો ફરી વળ્યા હતા, તેમજ જંગલ વિસ્તાર છોડી અને સ્થાનિક વિસ્તારમાં ધામા નાખ્યા હતા. ત્યારબાદ આ સિંહો થોડા દિવસ પહેલા જ આજીડેમ સુધી પહોંચી ગયા હતા અને એક ગાયનું મારણ કર્યું હતું. તેમજ તાજેતરમાં બે દિવસ પહેલા જ વડાલી ગામમાં વાછરડીનું પણ મારણ કર્યું હતું.અત્યાર સુધીમાં આ ત્રણેય સિંહોએ 40 દિવસની અંદર 45થી વધુ પશુઓનું મારણ કર્યું હોવાનું તેમજ 15થી વધારે પશુનું તો ભયંકર ગામમાં મારણ કર્યુ હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું.

Lion rescued from open well in Mangrol | Rajkot News - Times of India

education / ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા 30 માર્ચે, લેખિત…

સિંહોના આગમનના પગલે ગ્રામજનો તેમજ ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેની વચ્ચે વનવિભાગે આ ગામડાઓમાં જનજાગૃતિ માટે પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ ત્રણેય સિંહો રાત્રે મારણ કરતા હતા અને દિવસે આરામ કરતા હતા.ગીર અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજ લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.જેના કારણે રાજકોટના સિમાડે આવી ચડેલા ત્રણ સાવજ નું લોકેશન સતત ટ્રેસ થતું હતું.વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણમાંથી એક નર સિંહના ગળે રેડિયો કોલર હતો અને તેના આધારે આ સિંહોની ગતિવિધિઓની માહિતી પ્રાપ્ત થતી હતી.

Gujarat: Lion kills labourer in Amreli, farmer injured by leopard in Gir Somnath | Cities News,The Indian Express

Accident / શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, 233 મુસાફરો સાથે ઈન્ડિ…

વનવિભાગના અધિકારીઓએ આ સિંહોને ઝડપવા દિવસ-રાત એક કરી હતી અને અંતે તેઓને આજે સફળતા મળી હતી.વડાલીમાં છેલ્લા સાત દિવસથી ત્રણ સિંહોએ ધામા નાખ્યા હતા. સ્થાનિક લોકોની સૂચના બાદ વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા . અને આ સિંહોને શોધવાની કોશિશ કરી હતી. અનિલ ધામા નાખ્યા બાદ આ ત્રણેય સિંહોને વનવિભાગના અધિકારીઓએ રેસ્ક્યુ કર્યા બાદપાંજરે પૂરવામાં આવ્યા છે.

Covid-19 /  શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીને કોરોના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…