Ukraine Crisis/ યુધ્ધની ભયાવહ પરિસ્થિતિમાં યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચે અટવાયા ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ, સરકારને કરી વિનંતી

ગુજરાતના વિદ્યાર્થીઓ સહિત પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા છે ત્યારે પોલેન્ડ વાળા ઈન્ડિયન વિદ્યાર્થીઓને પોલેન્ડની બોર્ડર પર જવા માટે પરમીશન આપતા નથી જેને કારણે વિદ્યાર્થીઓ રસ્તામાં હેરાન પરેશાન થઈ ગયા છે,

Top Stories Gujarat Others
શિવાય 19 યુધ્ધની ભયાવહ પરિસ્થિતિમાં યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચે અટવાયા ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ, સરકારને કરી વિનંતી
  • રશિયાના યુધ્ધથી જીવ બચાવીને વતન આવવા માટે મજબુર બનેલા ગુજરાતના વિદ્યાર્થીઓનો……
  • યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરકાર તાકીદે મદદ કરે એવા દર્દભર્યો વિડીયો સંદેશ..!!

ભારત સરકાર દ્વારા યુક્રેનના યુધ્ધમાં ફસાઈ ગયેલા ગુજરાત સમેત ભારતીય વિદ્યાર્થીઓનો પોલેન્ડમાં પહોંચો ત્યાંથી લઈ આવવાની ઝુંબેશ આવકાર દાયક છે, પરંતુ રશિયાના ભયંકર આક્રમકના હુમલાઓથી બચીને યુક્રેન થી પોલેન્ડ પહોંચવાના આદેશ સાથે રવાના કરવામાં આવેલા આ વિદ્યાર્થીઓને સર સામાન સાથે પોલેન્ડ બોર્ડરથી ૩૦ કી.મી. દૂર નીચે ઉતારીને ભૂખ્યા તરસ્યા ચાલતા પોલેન્ડની બોર્ડરમાં દાખલ થવાના આ યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસના આ ઉડાઉ આદેશોના પગલે ભારતીય વિદ્યાર્થીઓ આ ભયંકર યુધ્ધના માહૌલમાં એકલા અટુલા અટવાઈ ગયા છે અને પોલેન્ડ પણ આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે કે કેમ? આ મુંઝવણોના જવાબ એટલા માટે નથી કે યુધ્ધની ભયાવહ પરિસ્થિતિમાં મોબાઈલ નેટવર્ક બંધ છે. અને ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ યુક્રેન અને પોલેન્ડ સરહદ વચ્ચે અટવાયા હોઈ ભારત સરકાર તાકીદે મદદ કરે એવો વિડીયો સંદેશ મોકલ્યો છે.!!

રશિયાના હુમલાથી બચવા માટે યુક્રેનના હજારો લોકો પાડોશી દેશ પોલેન્ડ તરફ પલાયન કરી રહ્યા છે.જેના પગલે યુક્રેન અને પોલેન્ડની બોર્ડર પર હજારો લોકોનો જમાવડો થયો છે.વાહનોની ૪૦ કી.મી. લાઈનો લાગી છે અને આ બોર્ડર પર પહોંચનારામાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ત્યારે યુક્રેનમાં આવેલ ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી માં એમ.બી.બી.એસ.ના અભ્યાસ કરતા વિદ્યાર્થી આજે ટેર્નોપિલથી પોલેન્ડ બોર્ડર તરફ જવા રવાના થયા હતા અને હવે જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ સહિત પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા છે ત્યારે પોલેન્ડ વાળા ઈન્ડિયન વિદ્યાર્થીઓને પોલેન્ડની બોર્ડર પર જવા માટે પરમીશન આપતા નથી જેને કારણે વિદ્યાર્થીઓ રસ્તામાં હેરાન પરેશાન થઈ ગયા છે, પોલેન્ડ વાળા ફરીથી ઈન્ડિયન વિદ્યાર્થીઓને યુક્રેનમાં જવા માટે મજબૂર કરી રહ્યા છે જેના કારણે ઈન્ડિયન વિદ્યાર્થીઓ સહિત ગુજરાત રાજ્યમાં રહેતા દરેક માતા-પિતામાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. આ ઉપરાંત યુક્રેનમાં આવેલ ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આજે સવારે અલગ અલગ એજન્ટ દ્વારા ૪૦ થી ૮૦ જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ બસમાં પોલેન્ડ બોર્ડર તરફ રવાના થયા હતા પરંતુ ટ્રાફિક જામની સમસ્યા હોવાના કારણે દરેક વિદ્યાર્થીઓને ૪૦ કી.મી. ચાર ચાર બેગો ઉઠાવીને રસ્તા ઉપર ચાલવા મજબુર બન્યા હતા.  ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે અને કહી રહ્યા છે કે અમારું શું થશે? સરકાર તેમજ ઇન્ડીયન એમ્બેસીનો પણ સંપર્ક થશે કે નહીં વધારે માં અહીં નેટવર્ક ન હોવાથી પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાઇ ગયા છે જેથી કરીને સરકાર તેમજ ઇન્ડીયન એમ્બેસી ફસાઈ ગયેલા ગુજરાત સહિત પંચમહાલ જિલ્લાના ગોધરાના વિદ્યાર્થીઓની મદદ કરે તેવી વિનંતી કરી રહ્યા છે.

એર ઈન્ડિયાનું વિમાન રોમાનિયાથી મુંબઈ પહોંચ્યું, 219 ભારતીયો સુરક્ષિત પરત ફર્યા

કોંગ્રસમાં રહેલા નકામના લોકોને લઇ જવા ભાજપને ખુલ્લુ આમંત્રણ આપતા રાહુલ ગાંધી

યુક્રેનના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે કરી વાત, UNSCમાં સમર્થનની કરી અપીલ

મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનું મોત

મ્યુનિ. શાળાઓમાં પ્રવાસી શિક્ષકની પ્રથા દાખલ કરાઇ

ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ

પૂર્વ બોક્સર અને મેયરે પોતાના દેશની ઈજ્જત બચાવવા દુશ્મનો સામે ઉપાડી બંદૂક