Not Set/ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, ઘરમાં જ લાશને દફનાવી

ગયા બિહારના ગયા જીલ્લાના બારાચટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા પર તેના પતિની હત્યા કરવાનો અને પોતાના પ્રેમી સાથે પોતાના રૂમમાં મૃતકને દફનાવવાનો આરોપ છે. જો કે ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા આ મામલે આરોપી મહિલાની ધરપકડ કરી છે તેમજ સ્થળ પર દફનાવવામાં આવેલા મૃતદેહો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યા […]

Top Stories
mahi mn પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, ઘરમાં જ લાશને દફનાવી

ગયા

બિહારના ગયા જીલ્લાના બારાચટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા પર તેના પતિની હત્યા કરવાનો અને પોતાના પ્રેમી સાથે પોતાના રૂમમાં મૃતકને દફનાવવાનો આરોપ છે.

જો કે ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા આ મામલે આરોપી મહિલાની ધરપકડ કરી છે તેમજ સ્થળ પર દફનાવવામાં આવેલા મૃતદેહો મળી આવ્યા છે.

પોલીસે જણાવ્યા મુજબ, ગયા જીલ્લાના હાહેસાડી ગામનો નિવાસી બાસો તુરીની હત્યાનો આરોપ તેની પત્ની જમુની દેવી અને પત્નીના પ્રેમિકા પર મૂકવામાં આવ્યો છે. આ મામલે બાસો તુરીના ભત્રીજા મહેન્દ્ર તુરીએ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.

દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, એક અઠવાડિયા પહેલા તેમના કાકા બાસો તુરીના ગામના કેટલાક લોકો સાથે જમવાની રાહ જોવાય રહી હતી. તે દિવસ પછી મહેન્દ્ર તુરીના કાકા બાસો તુરી ગાયબ થઇ ગયા હતા.

આ ઘટના અંગે એવા આક્ષેપ થયા છે કે, જમુના દેવીએ તેના પતિની હત્યા કરી હતી અને તેને એક રૂમમાં પ્રેમી સાથે મળીને દફનાવી અને ત્યાં સૂતી હતી. જો કે મૃતદેહ બહુ ઊંડાણમાં દફનાવવામાં આવ્યું ન હોવાથી, ત્રણથી ચાર દિવસ પછી દુર્ગધ આવવા લાગી હતી.

દુર્ગધ આવવાથી જમુના દેવી ડરી ગઈ અને ત્યાર બાદ તેને ગામના સરપંચ દેવંતિ દેવીને લાંચ આપવા માટે લાલચ સાથે વિનંતી કરી હતી, પરંતુ તેણે પોલીસને માહિતી આપી હતી

પોલીસ અધિકારી અચ્યુતાનંદ ઝાએ જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓની સોમવારે સાંજે સ્થળ પર દફનાવવામાં આવેલા શવને ત્યાંથી બહાર લાવ્યા હતા.

પોલીસ સ્ટેશનના ઇનચાર્જે જણાવ્યું હતું કે, બાસો તુરી જેલથી જામીન પર બહાર આવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી જમુના દેવીની ધરપકડ કરવામાં આવી છે તેમજ ત્રણ લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.