ગાંધીનગર/ ગૃહરાજ્યમંત્રીની પોલીસ પરિવાર સાથે બેઠક, પડતર પ્રશ્નોના નિકાલની બાંહેધરી

રાજ્યના  ગૃહમંત્રીએ પોલીસ પરિવાર સાથે બેઠક યોજી હતી. જેમ પોલીસના પડતર પ્રશ્નોના નિકાલની બાંહેધરી  આપી હતી.

Top Stories Gujarat Others
dhvaja 3 ગૃહરાજ્યમંત્રીની પોલીસ પરિવાર સાથે બેઠક, પડતર પ્રશ્નોના નિકાલની બાંહેધરી
  • ગ્રેડ પે મુદ્દે કમિટીની રચના કરવામાં આવશે
  • કમિટીની રચના નહીં થાય ત્યાં સુધી આંદોલન
  • તમામ મુદ્દે કમિટીની રચના બાદ નિરાકરણ
  • કમિટી બનાવીને મુદ્દાઓના નિકાલની બાંહેધરી
  • પરિવારની મહિલાઓ સમિતિમાં હાજર રહેશે
  • સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રહેશે

રાજ્યમાં પોલીસ કર્મીઓની પડતર માંગણીઓને લઇ આંદોલન વધુ તીવ્ર બન્યું છે. ગતરોજ બાપુનગરના કોન્સ્ટેબલ દ્વારા ગાંધીનગર ખાતે ધરણા બાદ અંદોલન વધુ વેગવંતુ બન્યું હતું. રાજ્યભરમાં ઠેર ઠેર દેખાવો યોજવામાં આવ્યા હતા. જેને પગલે રાજ્યના  ગૃહમંત્રીએ પોલીસ પરિવાર સાથે બેઠક યોજી હતી. જેમ પોલીસના પડતર પ્રશ્નોના નિકાલની બાંહેધરી  આપી હતી. તેમને જણાવ્યું હતું કે, ગ્રેડ પે મુદ્દે કમિટી ની રચના કરવામાં આવશે.  પરિવારની મહિલાઓ પણ સમિતિમાં હાજર રહેશે.

અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરતા પોલીસકર્મી  ચિરાગ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારી માંગ સાથે ગૃહમંત્રી ને મળ્યા હતા. અમેં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અમને બદનામ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી એ મદદનું આશ્વાસન આપ્યું છે. કોઈ મોટું આંદોલન કરવાના નથી.  અમને અમારા મુદ્દા નક્કી કરી મળવાનું કહ્યું હતું.

માંગણીઓ

Srp ને સ્થાયી કરવા, રજા, પગાર 7 માં પગાર પંચ નો મુદ્દો, યુનિયનનો મુદ્દો, તે સિવાય પણ બીજા મુદા લઈ સમિતિ ની રચના કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે

અમને શિક્ષાત્મક પગલાંની ધમકી નથી આપી. સોશિયલ મીડિયાની આજની વાત નથી. પહેલા પણ ચાલુ થઈ હતી.નવી સરકારમાં નવેસરથી રજુઆત કરવાની હતી.  પણ બીજા લોકોએ વચ્ચે આવી આ મુદ્દાને હવા આપી છે. પરિવારની મહિલાઓ સમિતિમાં હાજર રહેશે

ખોટા સ્ટેટ્સ દૂર કરવામાં આવશે. અમે પહેલા અમારા યોગ્ય સ્ટેટસ સાથે આંદોલન કર્યું હતું.વધુમા  તેમને જણાવ્યું હતું કે, આંદોલન બંધ નહિ થાય. જ્યાં સુધી સમિતિ ની રચના નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલુ રહેશે.

નેવી ઓફિસર જાસૂસી પ્રકરણ / ગોધરાના ભેજાબાજની જાસૂસીના આરોપમાં ધરપકડથી જબરદસ્ત સન્નાટો..!!